શેરબજાર: સેન્સેક્સ 60,000ને પાર,નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ…

0
36
5G પર મોદીની મીટિંગથી ભારતીય બજાર ટોપ ગેરમાં
5G પર મોદીની મીટિંગથી ભારતીય બજાર ટોપ ગેરમાં

સપ્તાહના અંતિમ દિવસે એટલે કે શુક્રવારે માર્કેટ મજબૂતીની સાથે ખુલ્યું. બજાર ખુલતાં જ સેન્સેક્સે નવો ઈતિહાસ રચી દીધો. સેન્સેક્સ પહેલી વખત 60,100ને પાર ખુલ્યું. માર્કેટમાં હજુ પણ શાનદાર તેજી જોવા મળી રહી છે.સેન્સેક્સના 30 શેર્સમાંથી 18 શેર્સમાં વધારો જ્યારે 12 શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં એશિયન પેઈન્ટ્સના સેર 4%, ભારતી એરટેલ અને HCL ટેકના શેર 3%ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. જ્યારે ટાટા સ્ટીલના શેરમાં 2%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.ITના શેર્સ માર્કેટમાં ઉડાન ભરી રહ્યાં છે. NSEમાં IT ઈન્ડેક્સ 2%ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યું છે. ઈન્ડેક્સમાં L&Tના શેરમાં 6%ની તેજી નોંધાઈ છે. એમફેસિસના શેરમાં 4% અને વિપ્રોના શેરમાં 2%થી વધુની તેજી જોવા મળી રહી છે.ભારતીય શેરબજારમાં આવેલી તેજીના કારણે છેલ્લા એક વર્ષથી નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી સમયાંતરે નવી ઐતિહાસિક સપાટી રચવાના રેકોર્ડ બનાવે છે. સેન્સેક્સ 60,000ને પાર થઈ ગયું છે. જ્યારે નિફ્ટી 18,000 પોઈન્ટની બનાવવાની નજીક છે. ગુરુવારે 23 સપ્ટેમ્બરે સેન્સેક્સ 958 અંક વધી 59885 પર બંધ રહ્યો હતો ત્યારે 24 સપ્ટેમ્બરનો શુક્રવાર શેરબજાર માટે ગુડ ફ્રાઈડે સાબિત થયો છે.સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ભારતીય શેર બજારમાં શુક્રવારે કડાકો બોલે તો તેના માટે ‘બ્લેક ફ્રાઈડે શબ્દ પ્રચલિત છે અને બજારે અનેકવાર બ્લેક ફ્રાઈડે જોઈ પણ લીધો છે. વર્તમાન સંજોગોમાં સેન્સેક્સ 60,000ની સપાટી પર પહોંચી ગયો છે આ સાથે જ 24 સપ્ટેમ્બરની તારીખ શેરબજાર માટે ઐતિહાસિક બની ગઈ છે અને તેને માર્કેટમાં ગુડ ફ્રાઈડે તરીકે હમેશા યાદ રાખવામાં આવશે.ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના નિખિલ ભટ્ટે કહ્યું કે માર્કેટમાં જે પ્રકારે તેજી આવી છે તેના કારણે અગાઉ જેઓ રોકાણ નહોતા કરી શક્યા તેઓ પણ હવે પોતાની ફિક્સ ડિપોઝિટીમાંથી રૂપિયા કાઢી શેરબજારમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. નાના રોકાણકારો મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં રોકાણ કરી રહ્યા છે તે જોતાં સેન્સેક્સ 60,000 અને નિફ્ટી 18,000 થઈ શકે છે. આ સાથે જ જો આવતા દિવસોમાં નિફ્ટી 17,500નું લેવલ ન તોડે તો 18,200નો નવો હાઇ પણ જોવા મળી શકે છે.