Teacher Controversy : રાજ્યમાં શિક્ષણ વિભાગ જાણે રામ ભરોસે ચાલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. એક પછી એક શિક્ષકોને પોલ ઉઘાડી પડી રહી છે. જે પ્રમાણે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે જોતાં લાગે છે કે સરકારી શાળામાં કઇ કક્ષાની લાલિયાવાડી ચાલી રહી છે. દાંતા તાલુકાના પાન્છાની શિક્ષિકા અને વાવના ઉચપાના શિક્ષકના કિસ્સા બાદ હવે કપડવંજ તાલુકાના માલ ઇટાડી ગામેથી ડમી શિક્ષકનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કપડવંજ તાલુકાના માલ ઈટાડી પગી ભાગના પેટા પરા વાંટા શિવપુરા સરકારી પ્રાથમિક શાળામાં ડમી શિક્ષક કરજ બજાવતો હોવાનો એક વીડિયો આજે વાઈરલ થયો હતો અને આ મુદ્દે ફરિયાદ ઉઠી છે ત્યારે ખેડા જિલ્લા ડીપીઈઓ દ્વારા હવે તપાસ કરાશે.માલ ઈટાડી પગી ભાગના પેટા પરા વાંટા શિવપુરા સરકારી શાળામાં તપાસ કરતા સરકારી પ્રાથમિક સ્કૂલમાં એક શિક્ષકની જગ્યાએ બીજા કોઈ ડમી શિક્ષક ભણવાતો હોવાની ફરિયાદ ઉઠી છે. જો કે હાલ કોઈ તપાસ થઈ નથી. પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે આ ઘટના ની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિ બહાર આવી શકે છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી વીડિયોની વિગતો મુજબ કપડવંજ તાલુકાના શિવપુરા માં મુખ્ય શિક્ષકની જગ્યાએ નક્લી શિક્ષક વિધાથીઓ ને ભણાવતો હોવાનું ધ્યાને આવ્યુ છે.
જે સરકારી શિક્ષક હતો તેના બદલે નકલી શિક્ષક શાળા એ જતો હોઈ અને બદલામાં સરકારનો પગાર મૂળ શિક્ષક લેતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નિર્દોષ ભાળકોએ પણ અન્ય કોઈ બહારના શિક્ષક મૂળ શિક્ષકની જગ્યાએ આવતા હોવાનું જણાવ્યુ હતું.જ્યારે આ અંગે ખેઠાના ડીપીઈઓને પુછતા તેઓએ જણાવ્યું કે અમને મીડિયા દ્વારા આ બાબતે જાણ થઈ હતી અને અમે હાલ પ્રાથમિક પુછપરછ કરાવી હતી. જેમાં મૂળ શિક્ષક પુસ્તકો લેવા માટે ગયા કોવાનું જાણવા મળ્યુ છે. જ્યારે કેટલાક સામજનોએ આચાર્યને એવું લખીને પણ આપ્યું છે કે મૂળ શિક્ષક રોજ આવે છે. જો કે તેમ છતાં આ ભાભતે આવતીકાલે રૂબરૂ તપાસ કરાવાશે અને સઘન તપાસ કરાવવામાં આવશે.