કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર નિશાન સાધ્યું છે. બુધવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં રેલીને સંબોધિત કરતાં ખડગેએ ભાજપને ઘેર્યું. તેમણે કહ્યું કે જો અમે 20 બેઠક વધુ જીત્યાં હોત તો એ બધા જેલમાં હોત.’400નો દાવો કરનારા ક્યાં ગયા? તે લોકો 240 બેઠક પર સમેટાઈ ગયા. જો અમે 20 બેઠક વધુ જીત્યાં હોત તો એ બધા જેલમાં હોત. આ લોકો જેલમાં રહેવાને લાયક છે. ભાજપ ભાષણ તો ખૂબ આપે છે, પરંતુ કાર્ય અને કથનીમાં ખૂબ અંતર હોય છે. ભાજપ ભલે ગમે તેટલો પ્રયત્ન કરી લે, કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસનું ગઠબંધન કમજોર થશે નહીં. અમે સંસદમાં પોતાની શક્તિ બતાવી છે. અમે તે જ શક્તિની સાથે આગળ વધીશું.”ભાજપ અહીં લોકોને તોડી-ફોડીને હિંદુ-મુસ્લિમને વહેંચવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ તેમનો પ્રયત્ન, જીવનમાં ક્યારેય સફળ થશે નહીં. આવા ભાજપ અને આરએસએસના હજારો કાર્યકર્તા આવશે અને જતાં રહેશે. અહીંના લોકો ઝૂકવાના નથી. કોંગ્રેસ પાર્ટીના અહીંના લોકોની સાથે છે. આપણે સૌ એક છીએ અને હંમેશા એક રહીશું.