દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. આ જામીન સાથે જ સુપ્રીમ કોર્ટે અમુક શરતો પણ રાખી છે. આ શરતો હેઠળ કેજરીવાલ સીએમ ઓફિસનો ઉપયોગ નહીં કરી શકે અને કોઈપણ સરકારી દસ્તાવેજ પર સહી નહીં કરી શકે. જોકે જામીન પર જેલથી બહાર આવતા જ તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ કોઈએ તેમના સ્વાગત માટે ફટાકડાં ફોડતા આ મામલે એફઆઈઆર દાખલ થઇ છે.
ફટાકડા ફોડવા બદલ FIR નોંધાઈ :
ખરેખર તો અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા પછી તેમના સમર્થકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તેમના સ્વાગત માટે કેજરીવાલના ઘરની બહાર ફટાકડા ફોડ્યા હતા. હવે દિલ્હી પોલીસે આ અંગે FIR નોંધી છે. આ FIR અજાણ્યા લોકો વિરુદ્ધ નોંધવામાં આવી છે. હાલમાં દિલ્હીમાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.