Thursday, September 19, 2024
HomeBusinessદેશના ટોપ 100 AI પ્રભાવશાળી લોકોના નામ જાહેર, યાદીમાં અનિલ કપૂરના સમાવેશથી...

દેશના ટોપ 100 AI પ્રભાવશાળી લોકોના નામ જાહેર, યાદીમાં અનિલ કપૂરના સમાવેશથી આશ્ચર્ય

Date:

spot_img

Related stories

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...
spot_img

TIME મેગેઝિને વર્ષ 2024 માટે વિશ્વના ટોચના 100 એઆઈ પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે સૌથી વધુ પ્રભાવ ધરાવતા લોકોને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં એઆઈ ક્ષેત્રે કામ કરતાં અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવનારા સામેલ છે. જો કે, ભારતમાંથી અભિનેતા અનિલ કપૂરનું નામ જાહેર કરતાં લોકો આશર્ચ્યચકિત થયા છે. આ યાદીમાં ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવનું નામ સામેલ છે. મેગેઝિને ભારતની એઆઈ વ્યૂહરચનામાં અશ્વિની વૈષ્ણવની ભૂમિકા પર ભાર મૂક્યો છે. મેગેઝિને અનિલ કપૂરને પણ પોતાની યાદીમાં સામેલ કર્યો છે. TIMEએ લખ્યું છે કે, ‘અનિલ કપૂરે સપ્ટેમ્બરમાં નવી દિલ્હી હાઈકોર્ટમાં એઆઈની મદદથી તદ્દન તેના જેવો દેખાવ, અવાજ અને હાવભાવનો ઉપયોગ કરનારા વિરૂદ્ધ કેસ જીત્યો હતો. જેથી અનિલ કપૂરને આ યાદીમાં એઆઈના પર્યાય તરીકે નહીં પરંતુ વાસ્તવિક એઆઈ વિશે ઓળખ કરાવનાર પ્રભાવશાળી વ્યક્તિ તરીકે આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. કોર્ટે આ કેસમાં વિવિધ વેબસાઈટ અને પ્લેટફોર્મ્સની વિરૂદ્ધમાં ચુકાદો આપ્યો હતો. અનિલના વકીલે કોર્ટમાં તેના અસીલના ફોટો, અવાજ અને તેના ફેમસ ડાયલોગ ઝક્કાસનો ઉપયોગ કરી એઆઈની મદદથી મોટિવેશનલ સ્પીકર બનાવી દેવામાં આવ્યો છે. તેમજ તેના ફોટોગ્રાફનો ઉપયોગ કરીને ફીની વસૂલાત, અપમાનજનક રીતે ફોટોને મોર્ફ અને બનાવટી ઓટોગ્રાફ અને “ઝાકાસ” કેચફ્રેઝ સાથેના ઈમેજના બિનસત્તાવાર વેચાણ થઈ રહ્યા હોવા તરફ ધ્યાન દોર્યું હતું.

TIME મેગેઝિને આઈટી મંત્રી વિશે શું લખ્યું?
મેગેઝિને તેમના વિશે લખ્યું છે કે, ‘અશ્વિની વૈષ્ણવના નેતૃત્વમાં ભારત આગામી 5 વર્ષમાં ટોચના 5 સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ દેશોમાં સામેલ થવાની આશા રાખે છે. આધુનિક એઆઈ સિસ્ટમ માટે આ એક આવશ્યક ઘટક છે. ઘણી ફેક્ટરીઓમાં આની શરૂઆત થઈ ચૂકી છે.’અત્યાર સુધી અશ્વિની વૈષ્ણવે આ મહત્વાકાંક્ષાને લઈને ઘણા પડકારોનો સામનો કર્યો છે. ભારતનું ટેક સેગમેન્ટ નીચા ખાનગી R&D રોકાણ અને અદ્યતન ઉત્પાદન ઇકોસિસ્ટમના અભાવ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. શિક્ષણ પ્રણાલી એડવાન્સ એઆઈ અને સેમિકન્ડક્ટર વિકાસ માટે જરૂરી વિશેષ કર્મચારીઓની તૈયારીને પણ વેગ આપી રહી છે.TIMEના લિસ્ટમાં ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નિલેકણીનું નામ પણ સામેલ છે. મેગેઝિને તેમના વિશે લખ્યું છે, ‘ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીએ વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે સરકારમાં અને બહાર કામ કરવામાં 15 વર્ષથી વધુ સમય પસાર કર્યો છે.’100 લોકોની આ યાદીમાં માઈક્રોસોફ્ટ રિસર્ચ ઈન્ડિયાના રિસર્ચ હેડ કલિકા બાલીનું નામ પણ સામેલ છે. આ સિવાય આ લિસ્ટમાં આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન અને એનવીઆઈડીઆઈએના સીઈઓ જેન્સન હુઆંગના નામ સામેલ છે.

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here