9 સપ્ટેમ્બરથી ગ્રેટર નોઇડાના શહીદ વિજય સિંહ પથિક સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ શરુ થવાની હતી, પરંતુ બે દિવસ વીતી ગયા પછી પણ મેચ હજુ શરુ થઈ શકી નથી. હજુ મેચનો ટોસ પણ થયો નથી. કારણ કે પહેલા દિવસે જ ભીની જમીનને કારણે ટોસમાં સતત વિલંબ થયો હતો અને અંતે આખો દિવસ વેડફાઈ ગયો હતો. બીજા દિવસે રમત શરુ થવાની આશા હતી, પરંતુ મેદાન ભીનું હોવાના કારણે સતત બીજા દિવસે પણ રમત ચાલુ થઈ શકી ન હતી.હવે ત્રીજા દિવસે પણ સાંજે ભારે વરસાદ થવાના કારણે મેદાન વધારે ભીનું થઈ ગયું હતું. જેથી કરીને ત્રીજા દિવસે મેચ યોજાય તેવી શક્યતા ઓછી છે. આ સ્થિતિમાં હવે બધાની નજર મેચ રેફરી જવાગલ શ્રીનાથ પર છે. તે મેદાનના ભીના આઉટફિલ્ડનું મૂલ્યાંકન કરશે અને પછી રિપોર્ટ આપશે.
Look at the condition of Greater Noida Stadium where the groundsmen are cutting pieces of grass from the practice facility and planting them in the outfield of the main ground. 🥴🥴
— Vandana Sonkar (@Vndnason) September 10, 2024
pic.twitter.com/0MkGCWp8b2