Surat Tiranga Yatra : સુરત શહેરમાં મુખ્યમંત્રીની હાજરીમાં આગામી રવિવારે તિરંગા યાત્રા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રામાં શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી એકાદ લાખ લોકો હાજર રહેશે. આ યાત્રા માટે જુદા જુદા વિસ્તારમાંથી બસ તથા અન્ય વાહનો મારફતે લોકો રૂટ પર ભેગા થશે. જેના કારણે સુરત પાલિકા દ્વારા ચાલતી સીટી અને BRTS ના 9 રૂટ સદંતર બંધ કરવામાં આવ્યા છે. જ્યારે કેટલાક રૂટ ડાયવર્ટ કરવા કે ટુંકાવવામાં આવ્યા છે. સુરતમાં આગામી રવિવાર 11 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વાય જંકશન થી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી બે કિલોમીટર વિસ્તારમાં આ રેલીનું આયોજન કરાયું છે. તેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. આ યાત્રામાં એક લાખ જેટલા લોકો શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી આવશે. આ લોકોને રેલી સ્થળ સુધી લાવવા માટે બસ તથા અન્ય વાહનોનું આયોજન કરવામાં આવ્યું છે. રૂટ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના હોવાથી પાલિકાની સીટી અને BRTSના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં બે રૂટ પર BRTS ના અને 14 સીટી બસના રૂટ પ્રભાવિત થશે. તેમાંથી આઠ રૂટ સદંતર બંધ કરવામાં આવશે.