એમેઝોન ક્ષેત્ર ગંભીર પર્યાવરણીય કટોકટીનો સામનો કરી રહ્યો છે જેમાં ગયા વર્ષના રેકોર્ડ દુષ્કાળ અને આ સિઝનમાં અપૂરતા વરસાદને કારણે નદીનું સ્તર સતત ઘટી રહ્યું છે. વૈજ્ઞાનિકોના મતે એમેઝોનમાં 121 વર્ષમાં સૌથી મોટો દુકાળ પડ્યો છે. આ બાબતે બ્રાઝિલિયન જીઓલોજિકલ સર્વિસ (એસજીબી) એ ચેતવણી જારી કરી છે કે એમેઝોન બેસિનની તમામ નદીઓ તેમના સ્તરથી નીચે જવાની ધારણા છે. આ નદીઓનું સ્તર નીચે જવાના કારણે સ્થાનિક સમુદાયો માટે આ સમય પડકારજનક બનશે.એમેઝોન નદીનું સ્તર મનૌસ શહેરમાં 121 વર્ષના રેકોર્ડમાં સૌથી નીચું છે. એમેઝોન નદીના પટના વિશાળ વિસ્તારમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. જેના કારણે પાણીનું તાપમાન વધી રહ્યું છે અને ડોલ્ફિન મૃત્યુ પામી રહી છે.
41 વર્ષ પહેલા પડેલા દુષ્કાળમાં 2 લાખ લોકોના મોત થયા હતા :
પૂર્વીય પેસિફિકમાં સેન્ટ્રલ અલ નીનો ગરમ પાણી હવે સમુદ્રની મધ્યમાં ફેલાઈ રહ્યું છે. જ્યાં આ કેન્દ્રીય અલ નીનો તીવ્ર બને છે. જેમ 1982 અને 1997 માં થયું હતું.અલ નીનોની અસરના કારણે ઉત્તરી એમેઝોનમાં ભયંકર દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. તેમજ વેનેઝુએલા સાથેની બ્રાઝિલની સરહદ પર આવેલું રોરાઈમા પ્રાંત પણ જંગલોમાં આગ લાગવાના કારણે જાણીતું છે. 1982ના વર્ષમાં પણ અલ નીનોની અસર તેમજ એમેઝોન વિસ્તારમાં વૃક્ષોના વિનાશના કારણે ઇથોપિયા અને પડોશી આફ્રિકન દેશોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં 200,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.