કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? આ પ્રશ્નને લઈને ચાલી રહેલા સસ્પેન્સનો આજે અંત આવ્યો. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક ચાલુ થઈ ગઇ. જેમાં ભાજપ દળના નેતાની પસંદગી કરવામાં આવી હતી. કેન્દ્રીય નિરીક્ષક નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ધારાસભ્ય દળના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસની પસદગી કરી લેવામાં આવી છે. એટલે કે આગામી મુખ્યમંત્રી પણ હવે દેવેન્દ્ર ફડણવીસ જ બનશે તે ફાઈનલ થઇ ગયું છે.
આવતીકાલે લેશે શપથ :
સીએમ પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ હતું. હવે બેઠકમાં ફડણવીસના નામને મંજૂરી મળી ગઈ છે. ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી બાદ મહાયુતિના નેતાઓ આજે બપોરે 3:30 વાગ્યે રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ત્યારપછી આવતીકાલે મુંબઈના આઝાદ મેદાનમાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
આજે બપોરે ગવર્નરની મુલાકાત લેશે :
મહારાષ્ટ્ર ભાજપ નેતા સુધીર મુનગંટીવારે જાહેરાત કરી છે કે, મહાયુતિ ગઠબંધનના નેતાઓ આજે બપોરે 3.30 વાગ્યે રાજ્યના ગવર્નર સી.પી. રાધાક્રિષ્ણનની મુલાકાત લઈ નવી સરકાર રચવાનો દાવો કરશે.
મંત્રી ફોર્મ્યુલા જાહેર કરી :
મહાયુતિ ગઠબંધનમાં સામેલ ભાજપના 22 ધારાસભ્યો, એનસીપી (અજિત પવાર)ના 10 ધારાસભ્યો અને શિવસેનાના 12 ધારાસભ્યો મંત્રી પદે શપથ લેશે.
અજિત, એકનાથ બનશે ડેપ્યુટી સીએમ :
મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત સાથે ફરી સરકાર બનવા સજ્જ બનેલી મહાયુતિ ગઠબંધનના ટોચના પક્ષોના નેતા અજિત પવાર અને એકનાથ શિંદે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનશે. ચૂંટણી પરિણામોના 10 દિવસ બાદ મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાના સસ્પેન્સનો આજે અંત આવ્યો છે.
દેવેન્દ્ર ફડણવીસ બનશે મુખ્યમંત્રી :
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટાયેલા ધારાસભ્યોએ ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાના વિચાર પર સહમતિ આપી છે. આવતીકાલે મુંબઈના આઝાદ મેદાન પર શપથ ગ્રહણ કરશે.
🕥 10.40am | 4-12-2024📍Vidhan Bhavan, Mumbai | स. १०.४० वा. | ४-१२-२०२४📍विधान भवन, मुंबई.
— Devendra Fadnavis (@Dev_Fadnavis) December 4, 2024
🪷 BJP Core Committee Meeting chaired by Hon Union Finance Minister Nirmala Sitharaman ji and Senior leader Vijaybhai Rupani ji
🪷 मा. केंद्रीय अर्थमंत्री निर्मला सीतारमणजी व ज्येष्ठ नेते… pic.twitter.com/EhDvn3I5oO