Sunday, November 17, 2024
HomeIndiaમધ્ય પ્રદેશમાં બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત : અકસ્માતમાં 7...

મધ્ય પ્રદેશમાં બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત : અકસ્માતમાં 7 લોકોના મોત : મોટી દુર્ઘટના

Date:

spot_img

Related stories

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...
spot_img

મધ્ય પ્રદેશના છતરપુરમાં મંગળવારે (20મી ઑગસ્ટ) ભયાનક અકસ્માત સર્જાયો છે. બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓની ઓટો રિક્ષા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઓટો રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અહેવાલો અનુસાર, આ અકસ્માત NH 39 પર કદારી નજીક સવારે લગભગ 5 વાગ્યે થયો હતો. શ્રદ્ધાળુઓ છતરપુર રેલવે સ્ટેશનથી ઓટો રિક્ષામાં બેસીને બાગેશ્વર ધામ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઓટો રિક્ષા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા.અકસ્માતનો ભોગ બનેલા પરિવારની ઓળખ કરવામાં આવી છે જે લખનઉનો છે. આ પરિવાર તેમની એક વર્ષની દીકરીનું મુંડન કરાવવા માટે બાગેશ્વર ધામ જઈ રહ્યો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનારા અન્ય પાંચ લોકોની ઓળખ થઈ નથી.હાલ આ અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે.

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here