અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ
અને સ્વચ્છતા સમિતિની બેઠક મળી હતી. સાથોસાથ આભા પાયલોટ પ્રોજેક્ટ
અંતર્ગત પોર્ટલ અપડેશન બાબતે તથા કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી
હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની
માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટેની ચર્ચા કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, કલેક્ટરશ્રી દ્વારા પાણીની સુવિધા ઊભી કરવા માટે વિવિધ
મંજૂરી આપવામાં આવેલી છે. જેના અનુસંધાનમાં મંજૂરી પ્રમાણે ક્યા એકમમાં શું
કામગીરી થઈ છે. તે બાબતે કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અવગત
કરાવવામાં આવ્યા હતા. કામગીરીની સમીક્ષા ઉપરાંત નવા કામોની મંજૂરી તથા
‘રિજૂવેનેશન’ કાર્યક્રમ હેઠળ કામોની મંજૂરીની ચર્ચા તેમજ વર્ષ 2024-25ના પ્રગતિ
હેઠળના કામોની ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જરૂરી
સૂચનાઓ આપીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.