Thursday, November 7, 2024
HomeGujaratવડોદરાના આ 33 રૂટ પર બે દિવસ રહેશે ડાયવર્ઝન, ભારત-સ્પેનના પીએમની મુલાકાતને...

વડોદરાના આ 33 રૂટ પર બે દિવસ રહેશે ડાયવર્ઝન, ભારત-સ્પેનના પીએમની મુલાકાતને લઈને પોલીસનું જાહેરનામું

Date:

spot_img

Related stories

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...
spot_img

Police Commissioner Notification: વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં ટાટા એરક્રાફ્ટ સ્ટેશનના ઉદ્ઘાટન સમારોહ સહિતના કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સ્પેન પીએમ સંસ્કારીનગરીની મુલાકાતે છે. ત્યારે ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેના માટે પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ અને વૈકલ્પિક વ્યવસ્થા સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સ્પેનના પીએમ પેડ્રો સાચે જ 27 ઓક્ટોબરના રોજ વડોદરા શહેરના ITC વેલકમ હોટલ અલકાપુરી તથા સાંઇદિપનગર ટાટા એરક્રાફ્ટ સ્ટેશન તથા લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પધારવાના છે. એરપોર્ટ ખાતે આવ્યા બાદ તેઓ હરણી એરપોર્ટથી નિકળી એરપોર્ટ સર્કલથી અમિતનગર બ્રિજ ઉપર, એલ એન્ડ ટી સર્કલ, ઇ.એમઇ સર્કલ, ફતેગંજ બ્રિજ ઉપર પંડયા બ્રિજ ઉપર અટલ બ્રિજ ઉપર જી.ઇ.બી સર્કલથી નીચે ઉતરી ડાબી બાજુ વળી એકસપ્રેસ હોટલ ચાર રસ્તાથી યુ ર્ટન લઇ ITC વેલકમ હોટલ,અલકાપુરી આવશે.

ત્યારબાદ ITC વેલકમ હોટલથી નીકળી, જી.ઇ.બી સર્કલથી અટલ બ્રિજ ઉપર પંડયા બ્રિજ ઉપર, ફતેગંજ બ્રિજ ઉપર, એરપોર્ટ સર્કલથી નટવરનગર ત્રણ રસ્તા (ન્યુ વી.આઇ.પી રોડ) સાંઇદીપનગર ત્રણ રસ્તાથી સાઇ દિપનગર, ટાટા એરક્રાફ્ટ સ્ટેશન, સાંઇદીપ નગર એરક્રાફ્ટ સ્ટેશનથી નીકળી, એરપોર્ટ સર્કલથી સીધા અમિતનગર બ્રિજ ઉપર એવ એન્ડ ટી સર્કલ, એમ.ઇ સર્કલ, ફતેગંજ બ્રિજ નીચે જૂનાવુડા સર્કલ, ફતેગંજ સર્કલથી, નરહરી સર્કલ, કાલાઘોડા સર્કલ, બરોડા ઓટો મોબાઇલ, જેલ રોડ, ભીમનાથ ટ્રાફિક સિગ્નલ ત્રણ રસ્તા રેલવે હેડ ક્વાર્ટર ત્રણ રસ્તાથી મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તાથી સીધા રાજમહેલ મેઇનગેટ ત્રણ રસ્તા, ત્યારબાદ લક્ષ્મીવિલાસ પેલેસ આવશે.

લક્ષ્મી વિલાસ પેલેસથી નીકળી રાજમહેલ ગેટ મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા રેલ્વે હેડ ક્વૉટરથી જેલ રોડ, ભીમનાથ ટ્રાફિક સિગ્નલ ત્રણ રસ્તા બરોડા ઓટો મોબાઇલ કાલાઘોડા સર્કલ, નરહરિ સર્કલ ફતેગંજ સર્કલથી પંડયા બ્રિજ ઉપર અટલ બ્રિજ ઉપર જી.ઇ.બી સર્કલથી એકસપ્રેસ હોટલ ચાર રસ્તાથી યુ ટર્ન લઇ ITC વેલકમ હોટલ આવશે. ત્યારબાદ ITC વેલકમ હોટલથી હરણી એરપોર્ટ જશે.

આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન થાય અને ટ્રાફિકનું સુચારું સંચાલન થાય તે હેતુથી નો-પાર્કિંગ અને નો એન્ટ્રી, વૈકલ્પિક વ્યવસ્થા અંગે જાહેરનામું સુરક્ષા માટે બહાર પાડવાની જરૂર છે. આથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર 27ઓક્ટોબર સવારના 10 થી રાત્રે કલાક 3 તથા 28 ઓક્ટોબર સવારના 6 વાગ્યાથી કાર્યક્રમો પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here