કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ પછી હત્યાનો કેસ વધુ ગંભીર બન્યો છે. આ ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. મૃતક ડૉક્ટરને ન્યાય મળે તે માટે રાજ્યની સરકારી હોસ્પિટલના ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પર છે. ત્યારે આજે (17મી ઑગસ્ટ) અમદાવાદ, સુરત, રાજકોટ અને જામનગરમાં ડોક્ટરોએ રેલી કાઢી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની બી.જે મેડિકલ, GCS હોસ્પિટલ સહિત તમામ કોલેજના વિધાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. પીડિતાને ન્યાય મળે તે માટે GCS હૉસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર દ્વારા રેલી કાઢવામાં આવી છે.
કોલકત્તા ઘટના
— DD News Gujarati (@DDNewsGujarati) August 17, 2024
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની બી.જે મેડિકલ ,GCS હૉસ્પિટલ સહિત તમામ કૉલેજના વિધાર્થીઓએ વિરોધ નોંધાવ્યો
પીડિતાને ન્યાય મળે તે માટે GCS હૉસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું#KolkataDoctorDeath #Kolkata #ahmedabad pic.twitter.com/vQQYISdlJo