Sunday, October 6, 2024
HomeGujaratAhmedabadદવાના નામે નશાનું ઉત્પાદન : ફાર્મા ઈન્ડસ્ટ્રીઝને સ્પષ્ટતાના ડૉઝની જરૂર : વર્ષમાં...

દવાના નામે નશાનું ઉત્પાદન : ફાર્મા ઈન્ડસ્ટ્રીઝને સ્પષ્ટતાના ડૉઝની જરૂર : વર્ષમાં 6થી વધુ એકમ પકડાયાં

Date:

spot_img

Related stories

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...
spot_img

દરિયાઈ માર્ગે નશાની હેરાફેરી સાથે જ ગુજરાત સામે દવાના નામે નશાના ઉત્પાદનનો નવો પડકાર સર્જાયો છે. છેલ્લા એક વર્ષમાં પોલીસ, એનસીબી કે અન્ય એજન્સીઓએ પ્રતિબંધીત દવા બનાવતાં અડધો ડઝનથી વધુ એકમ પકડી પાડ્યાં છે. દવાના નામે પ્રતિબંધીત એવી સાઈકોટ્રોપિક ડ્રગ્સનું ઉત્પાદન કરતાં એકમો અને આવા એકમો પકડાવાના ઘટનાક્રમે ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ માટે અમુક અંશે દ્વિધાની સ્થિતિ સર્જી છે.દેશમાં ટોચનું સ્થાન ધરાવતી ગુજરાતની ફાર્મા ઈન્ડસ્ટ્રીઝને બદલાવના આ તબક્કામાં નિયમપાલન કરવા માટે જરૂરી સ્પષ્ટતાના ડોઝની આવશ્યકતા છે. ઓફ્રિકન દેશોમાં શક્તિવર્ધક દવા તરીકે વેચાતી અને ગુજરાતથી નિકાસ થતી દવા ભારતમાં હવે પ્રતિબંધિત છે. આવી દવાનું ઉત્પાદન લાઈસન્સ મેળવ્યા વગર ગેરકાયદે હોવાથી એનડીપીએસ એક્ટ હેઠળ એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરાઈ રહ્યાનો દાવો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરે છે.શરીર થાકે ત્યારે માંદગી આવે અને દવા-દારૂ કરવામાં આવે છે. આવું નાનપણથી સાંભળતા આવીએ છીએ, પરંતુ હવે દવાના નામે નશાનું ઉત્પાદન થાય છે તે બાબતે ચિંતા ઉપજાવે તેવી છે. કેમિકલનો ઉપયોગ કરીને બનાવાતી અનેક સ્ફૂર્તિ કે શક્તિવર્ધક દવાનો વધુ પડતો ઉપયોગ લાંબા ગાળે કબજીયાત, ઉલ્ટી, ચક્કર આવવા સહિતની આજીવન બિમારી આપી જાય છે. આથી જ દવાનો પ્રિસ્ક્રાઈબ્ડ ડોઝ અને નિયમાનુસાર ઉત્પાદન, વેચાણના નિયમો છે. આવા નિયમનું પાલન ન કરાનારાંઓ સામે સરકારી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. દવાના નામે નશાનું ઉત્પાદન કરનારાંઓ કડક અને સંયુક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. થોડા મહિના પહેલા દહેજમાંથી પ્રતિબંધિત શ્રેણીમાં આવતી ટ્રમલ ટેબલેટ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી. આ પહેલાં ગુજરાત-રાજસ્થાનમાં સામુહિક દરોડા પાડી 300 કરોડનું તેમજ સુરતના પલસાણામાંથી પણ ડ્રગ્સ એટલે કે દવા બનાવતી ફેક્ટરી પકડાઈ હતી. સાણંદ પાસે હજારો કિલો ડ્રગ્સ એટલે કે દવા સાથે ફેક્ટરી પકડ્યા પછી એન.સી.બી.ના ઉચ્ચ અધિકારીની બદલીનો વિવાદ પણ ચર્ચાસ્પદ રહ્યો હતો. અમદાવાદ નજીક ચાંગોદર અને યુ.પી.માં ધમધમતી ટેબલેટ બનાવતી ફેક્ટરીમાં સામુહિક દરોડા પાડી 15 લાખ ટેબલેટો કબજે કરવામાં આવી હતી. અમદાવાદના ચાંગોદર, એકલેશ્વર ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી પણ આ પ્રકારે નશાની ટેબલેટ બનાવતી કહેવાતી ફાર્મા કંપનીઓ તંત્ર દ્વારા પકડાઈ છે. છેલ્લા એક જ વર્ષમાં પ્રતિબંધીત દવા બનાવતા અડધો ડઝન એકમો પોલીસ અને એજન્સીઓ દ્વારા પકડી પાડવામાં આવ્યાં છે.

પ્રતિબંધીત દવા બનાવવાનું ચલણ વધ્યું :
આમ તો આવા એકમોને લાઈસન્સ આપવાથી માંડી નિયમાનુસાર ઉત્પાદન થાય છે કે કેમ તે જોવાની જવાબદારી ફૂડ એન્ડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની છે. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સૂત્રોનું કહેવું છે કે, કોઈપણ યુનિટના નામ સાથે ફાર્મા શબ્દ જોડી દઈને પ્રતિબંધીત દવા બનાવવાનું ચલણ ભયનજક રીતે વધે છે. ગુજરાત સહિત દેશભરમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ પોલીસ, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો અને સીએનબી દ્વારા દરોડા પાડવા અને આરોપીઓને પકડવા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. બે વર્ષથી પ્રતિબંધિત એવી દવાનું ઉત્પાદન કરનારાં ડ્રગ્સ મેન્યુફેક્ચરર એટલે કે દવાના ઉત્પાદક હોતાં નથી. જો કે, આવી દવાઓની આયાત, નિકાસની મંજુરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે.આ સ્થિતિ વચ્ચે ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ અને તેને સંલગ્ન વર્તુળોમાં અનેક ચર્ચાઓ છે કે, કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાવી આપતી મેડિસિન માર્કેટ માટે આ સ્થિતિના કારણે અનેક પડકારો સર્જાઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં દવા ઉત્પાદક કંપનીઓ ઉપર સતત ધોંસ વધી છે. અંદાજે અડધો ડઝનથી વધુ કંપનીઓ કાયદાકીય અમલવારી કરવામાં નિષ્ફળ જવાના મુદ્દે પોલીસ કાર્યવાહી અંતર્ગત અટવાઈ પડી છે.

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here