એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડે (એનઆઈપીએલ) સમગ્ર મધ્ય પૂર્વ અને આફ્રિકા (એમઈએ) પ્રદેશમાં ડિજિટલ કોમર્સના અગ્રણી સક્ષમકર્તા નેટવર્ક ઇન્ટરનેશનલ (નેટવર્ક) સાથે ભાગીદારીમાં યુએઈમાં નેટવર્કના પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) ટર્મિનલ્સ દ્વારા ક્યુઆર કોડ-આધારિત યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) પેમેન્ટ્સની સ્વીકૃતિ સક્ષમ કરી છે.
આ પહેલ યુએઈમાં નેટવર્ક ઈન્ટરનેશનલના વિશાળ મર્ચન્ટ નેટવર્કમાં ભારતીય પ્રવાસીઓ અને બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) માટે સરળ અને સુરક્ષિત વ્યવહારો સુનિશ્ચિત કરે છે. નેટવર્કમાં રિટેલ, હોસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટ અને સુપરમાર્કેટ સહિતના ક્ષેત્રોમાં 60,000થી વધુ વેપારીઓ પાસે 2,00,000 POS ટર્મિનલ છે. રિટેલ સ્ટોર્સ અને ડાઇનિંગ આઉટલેટ્સ તેમજ દુબઈ મોલ અને મોલ ઓફ ધ અમીરાત સહિત પ્રવાસી અને જોવાલાયક આકર્ષણોની વિશાળ શ્રેણીને આવરી લેતા યુપીઆઈ સ્વીકૃતિને તબક્કાવાર બહાર પાડવામાં આવશે.
ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (જીસીસી) દેશોમાં પ્રવાસ કરનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યા 2024માં વધીને 9.8 મિલિયન થવાનો અંદાજ છે અને યુએઈ ભારતમાંથી 5.29 મિલિયન લોકોના આગમનની અપેક્ષા રાખે છે. આ વૃદ્ધિ વ્યાપાર અને આરામ મેળવવા સહિતના વિવિધ પરિબળો દ્વારા જોવા મળી રહી છે. તેના પીઓએસ ટર્મિનલ્સ દ્વારા યુપીઆઈ સ્વીકૃતિને સક્ષમ કરીને, નેટવર્ક ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સની સુવિધા માટે ક્યુઆર-આધારિત સલામત અને સુરક્ષિત પદ્ધતિ પ્રદાન કરશે. આનાથી ભારતીય પ્રવાસીઓ અને ભારતીય બેંક ખાતા ધરાવતા એનઆરઆઈ યુએઈમાં નેટવર્કના પીઓએસ ટર્મિનલ પર ચૂકવણી માટે યુપીઆઈનો ઉપયોગ કરી શકશે.
એનપીસીઆઈ ઇન્ટરનેશનલના સીઈઓ રિતેશ શુક્લાએ જણાવ્યું હતું કે, “નેટવર્ક ઇન્ટરનેશનલ સાથેની અમારી ભાગીદારી યુએઈમાં યુપીઆઈની હાજરીને વધુ ગાઢ બનાવશે. યુએઈમાં વેપારીઓમાં યુપીઆઈ પેમેન્ટની સ્વીકૃતિને વધારીને, અમે ભારતીય પ્રવાસીઓને ન કેવળ એક સરળ અને પરિચિત પેમેન્ટનો અનુભવ આપી રહ્યા છીએ, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે નવીન ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સના ઉપયોગને પણ પ્રોત્સાહન આપી રહ્યા છીએ. આ સહયોગ ટેક્નોલોજીકલ પ્રગતિને આગળ ધપાવવા અને વધુ કનેક્ટેડ ગ્લોબલ પેમેન્ટ ઇકોસિસ્ટમ બનાવવાની અમારી પ્રતિબદ્ધતા રજૂ કરે છે.”
નેટવર્ક ઈન્ટરનેશનલના ગ્રુપ સીઈઓ નંદન મેરે જણાવ્યું હતું કે, “યુએઈની મુલાકાત લેતા અથવા કામ કરતા ભારતીયો માટે પેમેન્ટ ઈકોસિસ્ટમને મજબૂત કરવા એનપીસીઆઈ ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ સાથે ભાગીદારી કરવામાં અમને આનંદ થાય છે. ગ્રાહકોને તેમની પસંદગીની પદ્ધતિમાં પેમેન્ટ કરવામાં સક્ષમ કરીને, અમે નવીનતમ પેમેન્ટ ટેક્નોલોજી સાથે વ્યવસાયો અને વેપારીઓને સશક્ત બનાવવાના અમારા વિઝનને સાકાર કરવા અને ડિજિટલ યુએઈના વિઝનને મજબૂત કરવા માટે વધુ એક પગલું ભરીએ છીએ. અમને વિશ્વાસ છે કે આ ભાગીદારી દેશમાં એક મજબૂત ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ લાવશે જે કેશલેસ વ્યવહારોમાં વધારો કરશે.”
નેટવર્ક ઇન્ટરનેશનલ ખાતે મર્ચન્ટ સર્વિસીસ – મિડલ ઇસ્ટ અને નોર્થ આફ્રિકા માટેના ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર જમાલ અલ નસાઇએ જણાવ્યું હતું કે “આ ભાગીદારીનો પ્રારંભ એ અમારા વ્યાપક વેપારી નેટવર્ક માટે એક સીમાચિહ્નરૂપ છે, જે નવી પેમેન્ટ પદ્ધતિથી ઘણો લાભ મેળવશે. આ પ્રદેશમાં અગ્રણી એક્વાયર તરીકે, નેટવર્ક ગ્લોબલ ઇન્ટરઓપરેબિલિટીના સંચાલન માટે તેના વેપારીઓને યુપીઆઈ-આધારિત પેમેન્ટ એપ્લિકેશન્સની સ્વીકૃતિને સક્ષમ કરવા માટે તેના 30-વર્ષના ટેક્નોલોજીકલ ઇનોવેશનના વારસાનો લાભ લેશે.”