Thursday, November 21, 2024
Homenationalઇકોમ એક્સપ્રેસે નવી બ્રાન્ડ ઓળખ બહાર પાડી

ઇકોમ એક્સપ્રેસે નવી બ્રાન્ડ ઓળખ બહાર પાડી

Date:

spot_img

Related stories

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...
spot_img

નેશનલ : નાણાંકીય વર્ષ 2024 મુજબ ભારતની એકમાત્ર પ્યોર-પ્લે બીટુસી ઇ-કોમર્સ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રોવાઇડર (સ્ત્રોતઃ રેડસીઅર રિપોર્ટ) અને સમગ્ર ભારતમાં એક્સપ્રેસ લોજિસ્ટિક નેટવર્ક ઓપરેટ કરતી ઇકોમ એક્સપ્રેસ લિમિટેડે (ઇકોમ એક્સપ્રેસ) તેની નવી બ્રાન્ડ ઓળખ રજૂ કરી છે. આ પરિવર્તન ગ્રાહકોની ચોક્કસ કેટેગરીની જરૂરિયાતો સંતોષવા, ગ્રાહક કેન્દ્રિત મેટ્રિક્સ તથા મહત્વની પરિણામ અંગેની બાબતો પર ધ્યાન અને તેના સમગ્ર ભારતમાં ફેલાયેલા એક્સપ્રેસ લોજિસ્ટિક્સ નેટવર્કમાં નવીન ટેક્નોલોજી ઇન્ટિગ્રેટ કરવા સહિત ગ્રાહક કેન્દ્રિત રહેવાની કંપનીની ગંભીર પ્રતિબદ્ધતા દર્શાવે છે. આના પગલે કંપની ગ્રાહક કેન્દ્રિત અભિગમ રજૂ કરવા માટે બહોળી નેટવર્ક પહોંચ સાથે ઝડપ અને ચપળતા હાંસલ કરવાનો ધ્યેય રાખે છે. આ રિબ્રાન્ડિંગ પહેલ વાઇબ્રન્ટ, ભવિષ્યલક્ષી લોગો તથા તાજગીસભર વિઝ્યુઅલ આઇડેન્ટિટી ધરાવે છે જે ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે ઇકોમ એક્સપ્રેસના પ્રયાસોનું પ્રતીક છે. એક ચોરસમાં રહેલા આગળની દિશા તરફ વધતા તીર સાથેનો નવો લોગો કંપનીની ડિલિર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. લેટર “E”નું અનોખી રીતે કરાયેલું ઇન્ટિગ્રેશન એક્સપ્રેશન, ઇનોવેશન અને પ્રોગ્રેસને રજૂ કરે છે જ્યારે બોલ્ડ મેજેન્ટા કલર બહાદુરી, સ્વ-અભિવ્યક્તિ અને અંદર રહેલી શક્તિની ભાવના દર્શાવે છે. ઇકોમ એક્સપ્રેસ નવી ઓળખ તથા વાઇબ્રન્ટ કલર-મેજેન્ટા સાથે પોતાને નવેસરથી રજૂ કરે છે. આ રિબ્રાન્ડિંગ તેના ગ્રાહકો, પાર્ટનર્સ અને ટીમ પ્રત્યે નવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. ઇકોમ એક્સપ્રેસ સૌના માટે, દરેક જગ્યાએ લોજિસ્ટિક્સને સરળ તથા સુલભ બનાવવા માટે સમર્પિત છે.
આ પરિવર્તન પાછળના વિઝનને સમજાવતા ઇકોમ એક્સપ્રેસના સીઈઓ અને એમડી અજય ચિતકારાએ જણાવ્યું હતું કે “ઇકોમ એક્સપ્રેસે અમારા પાર્ટનર્સ, પેટ્રન્સ અને ગ્રાહકોનો સતત વિશ્વાસ અને પ્રશંસા મેળવી છે. અમે વધુ નવા શિખરો સર કરવા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે અમારી નવી બ્રાન્ડ ઓળક અમારા ગ્રાહક-પ્રથમ અભિગમના પુનરોચ્ચારને વ્યક્ત કરે છે. અમે ઓપરેશનલ અસરકારકતા તથા ફ્લેક્સિબિલિટીને ઓપ્ટિમાઇઝ કરવા સાથે બહોળી નેટવર્ક પહોંચ સાથે વિશ્વસનીય, હાઇ-સ્પીડ સર્વિસીઝ પૂરી પાડવા માટે મજબૂત ટેક્નોલોજી અને ઇનોવેશનને ઇન્ટિગ્રેટ કરવા માટે પ્રતિબદ્ધ છે.” તેમણે ઉમેર્યું હતું કે “આ પરિવર્તન અમારા બિઝનેસનો પાયો રહેલા અમારા કર્મચારીઓ તથા ડિલિવરી પાર્ટનર્સ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા પણ મજબૂત કરે છે. અમારી નવી ઓળખ તમામ પ્રકારના ગ્રાહકો માટે જીવનને સરળ બનાવવાના હેતુ સાથે એડવાન્સ્ડ ટેક્નોલોજી દ્વારા લોજિસ્ટિક્સને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે ઉત્કૃષ્ટતા અને પ્રતિબદ્ધતાના અમારા વચનનું પ્રમાણ છે.”

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here