મિલેનિયમ સિટીના નામથી ઓળખાતા ગુરુગ્રામનો ‘લેબર ચોક’ હાલમાં વેરાન લાગી રહ્યો છે. એટલા માટે નહીં કે કોઈ તહેવાર નજીક આવી રહ્યો છે જેના કારણે શ્રમિકો રજા પર ગયા છે. બાંધકામની ગતિવિધિઓ પર પણ કોઈ પ્રતિબંધ નથી. લેબર ચોક વેરાન હોવાનું કારણ એ છે કે, ચૂંટણીની ‘ઋતુ’માં શ્રમિકોને ‘દિહાડી’ના બદલે રાજકીય રેલીમાં સામેલ થવાનો શ્રેષ્ઠ વિકલ્પ મળી ગયો છે. દરરોજ સવારે શ્રમિકો શહેરમાં ચિહ્નિત સ્થળો પર એકઠા થાય છે જેને લેબર ચોક કહેવામાં આવે છે. જેને પણ શ્રમિકોની જરૂર હોય તે લેબર ચોક પહોંચીને ત્યાંથી વેતન વગેરે નક્કી કર્યા બાદ શ્રમિકોને કામ માટે લઈ જાય છે. હવે હરિયાણામાં 5 ઑક્ટોબરના રોજ યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. તમામ રાજકીય પાર્ટીઓને પોતાના મોટા નેતાઓની રેલીઓમાં ભીડ દેખાડવાની હોય છે. તેથી આ રેલીમાં ભીડ એકઠી કરવા માટે આ શ્રમિકોની ખૂબ માગ છે.
સામાન્ય રીતે તહેવારો પહેલા લેબર ચોક વેરાન નજર આવતો હોય છે કારણ કે, આ દરમિયાન શ્રમિકો પોતાના વતન જતાં રહે છે. શિયાળામાં જ્યારે દિલ્હી-એનસીઆર વાયુ પ્રદૂષણ સાથે સંઘર્ષ કરે છે ત્યારે બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાઈ જાય છે. આ સમય દરમિયાન પણ લેબર ચોક વેરાન નજર આવે છે. જો કે, હરિયાણામાં 5 ઑક્ટોબરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. રાજકીય પાર્ટીઓને પોતાના મોટા નેતાઓની રેલીઓમાં ભારે ભીડ દેખાડવી પડે છે. આ રેલીઓમાં ભીડ એકઠી કરવા માટે આ શ્રમિકોની ખૂબ માગ છે અને આ માટે રાજકીય પાર્ટીઓ તેમેને ‘દિહાડી’ પર હાયર કરી રહી છે.