અમદાવાદ : દેશની અગ્રણી પ્રિ-સ્કૂલ એક્સપર્ટ યુરોકિડ્સે ગર્વપૂર્વક તેના વિચારશીલ અભ્યાસક્રમની આઠમી આવૃત્તિ ‘હ્યુરેકા’ રજૂ કરી હોવાની જાહેરાત કરી છે, જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ના વ્યાપક વિકાસના વિઝન સાથે સંરેખિત અને હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોજેક્ટ ઝીરો દ્વારા પ્રેરિત હ્યુરેકા બાળકોની નિર્ણાયક અને સર્જનાત્મક વિચારસરણીના કૌશલ્યોમાં વધારો કરવાના હેતુ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.યુરોકિડ્સની મહત્વાકાંક્ષી ગ્રોથ વ્યૂહરચનાના ભાગરૂપે, પ્રિ-સ્કુલ નેટવર્કે અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં તેની ઉપસ્થિતિ વિસ્તારવાની યોજનાની પણ જાહેર કરી હતી. યુરોકિડ્સ આગામી 5 વર્ષમાં રાજ્યમાં 150 નવા સેન્ટર શરૂ કરવાની યોજના ઉપરાંત રાજ્યમાં પ્રારંભિક શિક્ષણની ગુણવત્તામાં વધારો કરતાં ગુજરાતમાં કુલ 200 સેન્ટર્સ સુધી પહોંચ બનાવવાનો લક્ષ્યાંક ધરાવે છે. પ્રારંભિક શિક્ષણમાં અગ્રણી યુરોકિડ્સ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની જરૂરિયાતોને ઓળખી પોતાના અભ્યાસક્રમમાં તે મુજબ ફેરફારો કરી રહી છે.
હ્યુરેકા બાળકોને શું વિચારવું શીખવવાથી માંડી કેવી રીતે વિચારવું તેના કૌશલ્યોથી સશક્ત બનાવવા તરફ નોંધપાત્ર પરિવર્તન દર્શાવે છે. આ અભ્યાસક્રમ 20 સ્ટ્રક્ચર્ડ હાર્વર્ડ-પ્રેરિત થિંકિંગ રૂટિનનો પરિચય આપે છે, જે બાળકોમાં જાણવાની ઉત્સુક્તા વધારે છે, વિચારવાની, કલ્પના કરવાની ક્ષમતા વધારતાં તેમને વિચાર કરતાં શીખવે છે. પરિણામે બાળકો માત્ર માહિતી જ મેળવતા નથી, પરંતુ સર્જનાત્મકતા અને ઊંડી સમજણને વેગ આપતાં તે વિગતો સાથે સક્રિયપણે જોડાયેલા રહે છે.