RBI FASTag Rules Updates: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તમામ બેન્કો માટે એક નવો નિયમ રજૂ કર્યો છે. જે હેઠળ ફાસ્ટેગ અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) જેવી સેવાઓના ઓટો-રિપ્લિશમેન્ટ પર હવેથી કોઈ પ્રી-ડેબિટ નોટિફિકેશન જારી કરાશે નહીં. તેમજ આરબીઆઈએ ફાસ્ટેગ અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC)ને ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં સામેલ કર્યા છે.આ પેમેન્ટ સિસ્ટમમાં રકમ નિશ્ચિત મર્યાદાથી ઓછી હશે તો ગ્રાહકોના એકાઉન્ટ સાથે ઓટોમેટિક જોડાઈ જશે, જેથી ગ્રાહકોને વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે. ગ્રાહકના એકાઉન્ટ સીધા ફાસ્ટેગ એકાઉન્ટ સાથે લિંક થઈ જતાં ફાસ્ટેગ બેલેન્સ ચેક કરવાની મથામણ કરવી પડશે નહીં. ઈ-મેન્ડેટ ફ્રેમવર્ક 2019માં બનાવવામાં આવી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક સર્ક્યુલરમાં કહ્યું કે, ફાસ્ટેગ અને NCMCમાં બેલેન્સની ઓટો-રિપ્લેનિસમેન્ટ, જે ગ્રાહકોને નિશ્ચિત મર્યાદાથી ઓછુ બેલેન્સ હોવા પર ટ્રિગર કરે છે. તે ઉપલબ્ધ ઈ-મેન્ડેટ ફ્રેમવર્ક હેઠળ આવરી લેવામાં આવશે. આ સુવિધાથી વાસ્તવિક ચાર્જથી 24 કલાક પહેલાં જ ગ્રાહકોને મોકલવામાં આવતાં પ્રી-ડેબિટ નોટિફિકેશનની અનિવાર્યતા દૂર થશે.ઈ-મેન્ડેટ ફ્રેમવર્ક પ્રથમ વખત 2019માં સર્ક્યુલર મારફત રજૂ કરવામાં આવી હતી. જેથી ગ્રાહકોના એકાઉન્ટમાંથી થતાં ડેબિટની એડવાન્સમાં સૂચના આપી તેમની સુરક્ષા વધારી શકાય. પરંતુ વર્તમાન અપડેટ અનુસાર, આરબીઆઈ અનુકૂળતાની આવશ્યકતા અને ટેક્નોલોજીની મદદથી સુરક્ષિત ઓટો ટ્રાન્જેક્શનની સુવિધા અમલમાં મુકવામાં આવી છે.
FASTagને વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, RBIએ જાહેર કરી માર્ગદર્શિકા
Date: