ઉત્તરપ્રદેશથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ગ્રામણી વિસ્તાર રાનિયામાં ફોમના ગાદલા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની છે. જેમાં અત્યાર સુધીમાં 6 લોકો જીવતા ભડથું જ થઇ ગયાના અહેવાલ મળી રહ્યા છે. ફેક્ટરીમાં રાતના સમયની શિફ્ટમાં લગભગ 15 કર્મચારીઓ કામ કરી રહ્યા હોવાનો દાવો કરાયો હતો.
ત્રણ ઘટનાસ્થળે તો અન્ય ત્રણ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા :
પ્રાથમિક અહેવાલ અનુસાર એક મશીનમાંથી તણખલો નીકળતાં અચાનક જ ભયાનક આગ લાગી ગઇ હતી. આ દરમિયાન ત્રણ લોકો તો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ કાનપુરમાં સારવાર દરમિયાન જ્યારે બે લોકો લખનઉમાં સારવાર દરમિયાન મૃત્યુ પામી ગયા હતા. આ મામલે કાનપુરના એસપી બીબીજીટીએસ મૂર્તિએ જણાવ્યું કે ફેક્ટરીના ત્રણ ડિરેક્ટરો સામે કેસ નોંધીને એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જોકે પીડિતો તરફથી કોઈ ફરિયાદ આવી નથી એટલા માટે ફાયર વિભાગની ફરિયાદ પર એફઆઈઆર દાખલ કરાઈ છે.