Saturday, June 29, 2024
HomeEntertainmentગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર મોશન કેપ્ચર્ડ ટેક્નોલોજીનો ઉપયોગ : કેનસ ફિલ્મ્સ

ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર મોશન કેપ્ચર્ડ ટેક્નોલોજીનો ઉપયોગ : કેનસ ફિલ્મ્સ

Date:

spot_img

Related stories

અમદાવાદમાં જામ્યો ધોધમાર વરસાદ:

હવામાન વિભાગે 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું...

સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં

સાઉથ આફ્રિકાએ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો અને...

નવી સિવિલમાં બાળક ગુમ થવાની ઘટનાનો ભેદ ઉકેલાયો

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં ક્રાઈમ...

પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો અને માહિતી ખાતા સાથે સુદ્રઢ સંકલન...

અમદાવાદના લઘુ દૈનિક અખબારોના તંત્રીશ્રીઓ, બ્યુરો ચીફ અને ચીફ...

સમગ્ર રાજ્યમાં આજથી ૨૧મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ

‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ...

ઓઢવની ફેક્ટરીમાં બ્લાસ્ટ:

ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટની...
spot_img

વર્તમાન સમયમાં શાનદાર અને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મો બની રહી છે. ટિપિકલ વિષયોથી હટકે, ફિલ્મ મેકર્સ અવનવા વિષયો સાથે ફિલ્મ બનાવીને દર્શકોને આકર્ષિત કરવા માટે પ્રયોગો કરી રહ્યાં છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મેકર્સ નવા નવા જેનર પણ ટ્રાય કરી રહ્યા છે, તો કેટલાક મેકર્સ ગુજરાતી ફિલ્મોને નવા અને ઉંચા સ્તર પર લઈ જવા માટે પણ કામ કરી રહ્યા છે. ઘણી ગુજરાતી ફિલ્મો ગુજરાતની બહાર જ નહિ પણ ઇન્ડિયાની બહાર પણ શૂટ થતી હોય છે. ફિલ્મ મેકિંગમાં શું મહત્વનું હોય છે અને આપણા દેશની બહાર શૂટ કરવું કેટલા અંશે અઘરું હોય છે તે અંગે કેનસ ફિલ્મ્સના ઓનર્સ શૈશવ પ્રજાપતિ, હાર્દિક ગોહિલ અને પ્રકાશ સાવંતે માહિતી આપી.
નિર્માતાઓ જણાવે છે કે,”કેનસ ફિલ્મ્સ એ એક પ્રોડક્શન હાઉસ છે જેની સ્થાપના અમે વર્ષ 2023માં કરી હતી. અમારા પ્રોડક્શન હાઉસ હેઠળ અમે “ફાટી ને?” અને “સેવાભાવી” ફિલ્મ લઈને આવી રહ્યાં છે. આ અગાઉ અમે ઘણી શોર્ટ ફિલ્મ્સ અને વેબ સિરીઝ પ્રોડ્યુસ કરી છે. અમે ગુજરાતી ફિલ્મ્સના દર્શકોને ઘણી સારી ફિલ્મ્સ આપવા માંગીએ છીએ. દર્શકોને કોઈપણ સંજોગોમાં મનોરંજન પૂરું પાડવું એ અમારો મુખ્ય હેતુ છે. આ માટે અમે વિવિધ વિષયો પર કામ કરી રહ્યાં છે અને “ફાટી ને?” ફિલ્મ જોયાં બાદ દર્શકોની અપેક્ષાઓ અમારા પાસેથી વધી જશે તેવી અમને સંપૂર્ણ આશા છે.”
ઉલ્લેખનીય છે કે “ફાટી ને?” એ એક હોરર કોમેડી ફિલ્મ છે જેનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મમાં મોશન કેપ્ચર્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીએ વીએફએક્સનો જ એક ભાગ છે. કેનસ ફિલ્મ્સે સંપૂર્ણ રીતે એ બાબતનું ધ્યાન રાખ્યું છે કે ગુજરાતની બહાર જઈને ફિલ્મ શૂટ કરવા છત્તાં દર્શકોને ફિલ્મ થકી ગુજરાતી સંસ્કૃતિનો સ્વાદ માણવા મળે. આ ફિલ્મમાં હિતુ કનોડિયા, સ્મિત પંડ્યા, આકાશ ઝાલા, ચેતન દૈયા સહિતના કલાકારોની જબરજસ્ત ટીમ છે.
કેનસ ફિલ્મ્સના ઓનર્સ શૈશવ પ્રજાપતિ, હાર્દિક ગોહિલ અને પ્રકાશ સાવંત જણાવે છે કે,”આપણા દેશની બહાર જઈને શૂટ કરવું સહેલું હોતું નથી. આ માટે તે દેશના નિયમો અનુસરવા પડે છે. બજેટમાં રહીને કામ કરવું ઘણું અઘરું બની રહે છે. ફાટી ને? ફિલ્મ માટે અમે 1 વર્ષ અને 6 મહિના જેટલો સમય લઈને કામ કર્યું છે. ફિલ્મને સફળ બનાવવા માટે ફિલ્મની સ્ક્રિપ્ટથી લઈને કલાકારો અને પ્રમોશન બધું જ મહત્વનું છે. આ ઉપરાંત માઉથ પબ્લિસિટી પણ મહત્વનો ભાગ ભજવે છે.”
આજે ખરેખર જોવાલાયક ગુજરાતી ફિલ્મો બની રહી છે અને આપણે સૌએ આ ફિલ્મો જોવાં માટે એકબીજાને પ્રેરિત કરવાં જોઈએ. આવનાર સમયમાં ફાટી ને? ઉપરાંત “સેવાભાવી” સહીત અન્ય 3 ગુજરાતી ફિલ્મો પણ કેનસ ફિલ્મ્સના બેનર હેઠળ આવી રહી છે. “સેવાભાવી” ફિલ્મ એ ટૂંક સમયમાં જોજો એપ પર આવશે અને “ફાટી ને?” પણ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ઉપરાંત “જ્યાં જ્યાં વસે ગુજરાતી” ફિલ્મ પણ ઇનમેકિંગ છે. આમ જોવા જઈએ તો “કેનસ ફિલ્મ્સ” પોતાની અભૂતપૂર્વ કામગીરી દ્વારા દર્શકોને આકર્ષવા તૈયાર છે.

અમદાવાદમાં જામ્યો ધોધમાર વરસાદ:

હવામાન વિભાગે 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું...

સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં

સાઉથ આફ્રિકાએ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો અને...

નવી સિવિલમાં બાળક ગુમ થવાની ઘટનાનો ભેદ ઉકેલાયો

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં ક્રાઈમ...

પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો અને માહિતી ખાતા સાથે સુદ્રઢ સંકલન...

અમદાવાદના લઘુ દૈનિક અખબારોના તંત્રીશ્રીઓ, બ્યુરો ચીફ અને ચીફ...

સમગ્ર રાજ્યમાં આજથી ૨૧મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ

‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ...

ઓઢવની ફેક્ટરીમાં બ્લાસ્ટ:

ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here