BJP releases star campaigners list for Maharashtra elections: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે ભાજપે હવે મહારાષ્ટ્ર માટે કમર કસી લીધી છે. કોંગ્રેસે શનિવારે પોતાના 23 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. હવે તેની થોડી જ વારમાં ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર કરી છે. ભાજપે પીએમ મોદી અને યોગી આદિત્યનાથ સહિતના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.
મોદી-યોગી સહિતના 40 સ્ટાર પ્રચારકો
આ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સહિત 40 નેતાઓના નામ સામેલ છે. આ તમામ નેતાઓ વિધાનસભા ચૂંટણી અને નાંદેડ લોકસભા પેટાચૂંટણીમાં પાર્ટી ઉમેદવારો માટે પ્રચાર કરશે.
સ્ટાર પ્રચારકોની યાદી
- નરેન્દ્ર મોદી
- જગત પ્રકાશ નડ્ડા
- રાજનાથ સિંહ
- અમિત શાહ
- નીતિન ગડકરી
- યોગી આદિત્યનાથ
- ડૉ.પ્રમોદ સાવંત
- ભૂપેન્દ્રભાઈ પટેલ
- વિષ્ણુ દેવ સાય
- ડૉ.મોહન યાદવ
- ભજનલાલ શર્મા
- નાયબ સિંહ સૈની
- હિમંતા બિસ્વા સરમા
- શિવરાજ સિંહ ચૌહાણ
- દેવેન્દ્ર ફડણવીસ
- ચંદ્રશેખર બાવનકુલે
- શિવ પ્રકાશ
- ભૂપેન્દ્ર યાદવ
- અશ્વિની વૈષ્ણવ
- નારાયણ રાણે
- પિયુષ ગોયલ
- જ્યોતિરાદિત્ય સિંધિયા
- રાવસાહેબ દાનવે પાટીલ
- અશોક ચવ્હાણ
- ઉદયન રાજે ભોંસલે
- વિનોદ તાવડે
- આશિષ શેલાર
- પંકજા મુંડે
- ચંદ્રકાંત (દાદા) પાટીલ
- સુધીર મુનગંટીવાર
- રાધાકૃષ્ણ વિખે પાટીલ
- ગિરીશ મહાજન
- રવીન્દ્ર ચવ્હાણ
- સ્મૃતિ ઈરાની
- પ્રવીણ દારેકર
- અમર સાબલે
- મુરલીધર મોહોલ
- અશોક નેતે
- ડૉ.સંજય કુટે
- નવનીત રાણા
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ મતદાન
20 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રની કુલ 288 વિધાનસભા બેઠકો પર મતદાન થશે અને 23 નવેમ્બરના રોજ મતગણતરી થશે. ભાજપ સત્તારુઢ મહાયુતિ ગઠબંધનનો હિસ્સો છે. તેમાં શિવસેના (એકનાથ શિંદે જૂથ) અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સામેલ છે.