સૌરાષ્ટ્ર ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા ૨૦૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ અમૃત સરોવર નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે તેમજ વર્ષો સુધી ખેડૂતોને ખુબ જ આ મોટો ફાયદો થવાથી પ્રકૃતિની રક્ષા થશે, તેથી સૃષ્ટી પરના પશુ, પક્ષી અને જીવજંતુને સર્વેની રક્ષા થઇ રહી છે. ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં ૧૧ થી વધુ ચેકડેમો તથા ૧૦૦ થી વધુ બોર રિચાર્જ થયા છે. જેનાથી લોકોના આરોગ્યમાં સુધારો થશે.રાજકોટમાં બી.એમ.શાહ સાહેબ સેક્રેટરી જનરલ G.E.B એન્જીનીયર્સ એસોસીએશનનાં નિવૃત્તિમાં ભેટ સ્વરૂપે બનેલ જીબિઆ જલ મંદિર સરોવરનું પૂર્વ ગૃહમંત્રીશ્રી ગોરધનભાઈ ઝડફિયા(પ્રમુખશ્રી GEB એન્જીનીયર્સ એસોસીએશન) ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.PGVCL દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટને એક એજેક્ષ મશીનની ભેટ મળેલ છે, તેનું લોકાર્પણ શ્રી આર.જે.વાળા ના વરદ હસ્તે કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ગોરધનભાઈ ઝડફિયા એ વાત કરી હતી કે અમે પણ ભૂતકાળમાં સૌરાષ્ટ્રની અંદર ચેકડેમ અને પાણીના ઘણા કાર્ય કરેલા છે. “ગીરગંગા પરિવાર ટ્રસ્ટ”ના આ કાર્યને ખુબ સરસ રીતે બિરદાવેલ હતું .
તેમજ આ કાર્યને સારી રીતે વેગ આપવા માટે લોકોને પણ અપીલ કરી છે તેમજ જ્યાં જરૂર પડે ત્યા સરકાર તરફથી મદદ મળશે તેવો પણ પ્રયાસ કરશે તેવો ભરોસો પણ આપેલો હતો .કાર્યક્રમમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, અમુભાઈ ભારદીયા, વિરાભાઈ હુંબલ, બી.એમ.શાહ, ગુણુભાઈ ડેલાવાળા, ડૉ.વલ્લભભાઈ કથીરિયા, જેન્તીભાઈ સરધારા, શિવલાલભાઈ અદ્રોજા, અરવિંદભાઈ પાણ, દિનેશભાઈ અમૃતિયા, અરવિંદભાઈ રૈયાણી, દિલીપભાઈ લાડાણી, રામજીભાઈ માલાણી, કિશોરભાઈ કાથરોટિયા, રમેશભાઈ ધેલાણી, આનંદભાઈ અમૃતિયા, ગોપાલભાઈ બાલધા, મિતલભાઈ ખેતાણી, ભરતભાઈ શીગાળા, ભરતભાઈ ટીલવા, સતીશભાઈ બેરા, રમેશભાઈ જેતાણી અશોકભાઈ મોલિયા, મનીષભાઈ માયાણી, રતિભાઈ ઠુમ્મર, વિઠ્ઠલભાઈ બાલધા, પ્રવીણભાઈ ભુવા, ભરતભાઈ ભુવા, ધીરુભાઈ કાનાબાર, હરીશભાઈ લાખાણી, રમેશભાઈ ઠક્કર, પ્રકાશભાઈ કનેરિયા, રમાબેન માવાણી, લીલુબેન જાદવ, કિરણબેન માકડિયા અને બીજા ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.