સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ અનેક વિસ્તારોમાં સાંબેલાધારે તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો હતો. છેલ્લા 10 કલાકમાં પ્રાંતિજમાં સાડા છ ઈંચ, તલોદ, હિંમતનગર 4.5 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી.
નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં દુકાનદારો અને રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. સાબરકાંઠામાં ચાર ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ, ખેતરો બેટમાં ફેરવાયા. સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે ટ્રાફકી ઉપર વિપરીત અસર જોવા મળી હતી. 3 તાલુકાના ચેકડેમ અને તળાવોમાં પાણીની આવક થતા લોકોમાં ખુશાલી જોવા મળી છે. બીજી તરફ હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ખુલ્લી ગટર હોવાથી ભારે વરસાદના કારણે ગટર ન દેખાતાં 13 જેટલાં વાહનો ગટરમાં ખાબકતાં હતી.