માઈક્રોસોફ્ટ કોર્પની ક્લાઉડ સેવાઓમાં ટેકનિકલ સમસ્યાને કારણે આજે એટલે કે શુક્રવારે (19 જુલાઈ) ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોટા પાયે ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. કેટલીક ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી અને કેટલીક ફ્લાઈટ્સ મોડી પડી હતી.માઇક્રોસોફ્ટની Azure ક્લાઉડ અને માઇક્રોસોફ્ટ 365 સર્વિસિઝમાં સમસ્યા આવી છે. માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે, “અમે આ સમસ્યાથી વાકેફ છીએ અને તેને ઉકેલવા માટે ઘણી ટીમને રોકી છે. અમે તેનું કારણ જાણી લીધું છે.
અકાસા એરલાઈન્સે કહ્યું કે તેની કેટલીક ઓનલાઈન સેવાઓ મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર અસ્થાયી રૂપે અનુપલબ્ધ રહેશે. બુકિંગ અને ચેક-ઇન સેવાઓ સહિતની અમારી કેટલીક ઑનલાઇન સેવાઓ અસ્થાયી રૂપે અનુપલબ્ધ રહેશે.સ્પાઇસજેટે કહ્યું- અમે હાલમાં ફ્લાઇટમાં વિક્ષેપ અંગે અપડેટ આપવામાં તકનીકી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. અમારી ટીમ આના ઉકેલ માટે સક્રિયપણે કામ કરી રહી છે. કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ અને એકવાર સમસ્યા ઉકેલાઈ જાય પછી તમને જણાવીશું.અમેરિકાની અલ્ટ્રા લો-કોસ્ટ એરલાઇન ફ્રન્ટિયરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું – અમારી સિસ્ટમ્સ હાલમાં ઇક્રોસોફ્ટ આઉટેજથી પ્રભાવિત છે, જેની અસર અન્ય કંપનીઓ પર પણ પડી રહી છે. આ સમય દરમિયાન બુકિંગ, ચેક-ઇન, તમારા બોર્ડિંગ પાસની ઍક્સેસ અને કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. અમે તમારી ધીરજની પ્રશંસા કરીએ છીએ.