ઉત્તર ભારતમાં શિમલા અને ચૈલના વિખ્યાત હિલ ટાઉન તરફ જવાના રસ્તે આવેલું છે એક અનોખું અને સુંદર શહેર કંડાઘાટ. નયનરમ્ય બરફની ચાદર ઓઢેલા પર્વત શિખરોથી ઘેરાયેલું કંડાઘાટ એ એવા લોકો માટે એક આદર્શ સ્થળ છે જેઓ લીલાછમ મેદાનોમાં આરામથી હરીફરીને નિરાંત મેળવવા માંગે છે. હિમાચલ પ્રદેશના આ મનમોહક હિલ સ્ટેશનમાં આવેલો ક્લબ મહિન્દ્રા કંડાઘાટ રિસોર્ટ કુદરતી સૌંદર્ય અને આધુનિક આરામનો અનેરો સમન્વય છે. ચંદીગઢના કાલકા અને દિલ્હીથી સડક માર્ગેથી સરળતાથી આ રિસોર્ટ સુધી પહોંચી શકાય છે. નજીકના એરપોર્ટ્સ શિમલા અને ચંદીગઢમાં છે. અહીંની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માર્ચથી મે અને ઓક્ટોબરથી મધ્ય ડિસેમ્બર સુધીનો છે, જ્યારે જાન્યુઆરી હિમવર્ષાનો અનુભવ કરવાની જાદુઈ તક પૂરી પાડે છે.ક્લબ મહિન્દ્રા કંડાઘાટ સ્ટુડિયો, હોટેલ યુનિટ્સ અને એક બેડરૂમના એપાર્ટમેન્ટ્સ સહિત 72 રૂમ ધરાવે છે. મહેમાનો રિસોર્ટના બાર્બેક્યુ બે ખાતે વિવિધ પ્રકારના ભોજનના અનુભવોનો આનંદ લઈ શકે છે, જે પર્વતના અદભૂત 360 ડિગ્રી દ્રશ્યો અને રિસોર્ટની લૉન પર ગ્રાન્ડ ફાઉન્ટેન ઓફર કરે છે.
મલ્ટી ક્યુસિન રેસ્ટોરાં ગેલેક્સી બાર અને બ્લોસમ વિવિધ પ્રકારના ભોજનોનો આસ્વાદ કરાવે છે, જેમાં વેસ્ટર્ન, ચાઈનીઝ અને કોન્ટિનેન્ટલ વાનગીઓની સાથે પરંપરાગત હિમાચલી થાળીનો પણ સ્વાદ તમે માણી શકો છો. વધુ ઉત્કૃષ્ટ અનુભવ માટે તમારી વિશેષ વિનંતી પર કેન્ડલલાઇટ ડિનર ગોઠવી શકાય છે. આ ઉપરાંત, રિસોર્ટ પસંદગીના દિવસોમાં ઇવનિંગ કાઉન્ટર સેટઅપ ઓફર કરે છે, જ્યાં મહેમાનો સિદ્દુ, ડિમ સમ્સ અને શવાર્મા જેવા સ્વાદિષ્ટ વ્યંજનોનો આનંદ લઈ શકે છે.આ રિસોર્ટમાં અતિથિઓને આનંદ માણવા માટે વિવિધ પ્રવૃત્તિઓ છે. નાટી અને લાઇવ મ્યુઝિક જેવા પ્રાદેશિક નૃત્યો રજૂ કરતી ઇવનિંગ કોન્સર્ટ્સ આનંદદાયક મનોરંજન પ્રદાન કરે છે. મહેમાનો રિસોર્ટમાં યોગ સેશન્સ અને વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ શકે છે. ઇન્ડોર મનોરંજન માટે, રિસોર્ટના હેપ્પી હબમાં આર્ટ અને ક્રાફ્ટ પ્રવૃત્તિઓ, બોર્ડ ગેમ્સ, આર્કેડ ગેમ્સ, વર્ચ્યુઅલ ગેમ્સ, કરાઓકે અને હોકસ-પોકસ સાયન્સ અને પેઇન્ટિંગ પાઇનકોન્સ જેવી આકર્ષક એક્ટિવિટીઝ પર ટ્રેનિંગ સેશન્સ પણ છે. આઉટડોર એક્ટિવિટીનો શોખ ધરાવતા અતિથિઓ નેચર વોક, વિલેજ ટુર, નદીના રસ્તા અને ફેમિલી પિકનિકનો આનંદ માણી શકે છે. જે લોકો સાહસિક પ્રવૃત્તિઓ શોધતા હોય તેમણે કંડાઘાટમાં કરોલ ટિબ્બાનો ટ્રેકિંગ અવશ્ય કરવો જોઈએ. આ ટ્રેક ભારતીય હિમાલયની સૌથી જૂની અને સૌથી લાંબી ગુફા તરફ દોરી જાય છે, જે એક આનંદપ્રદ અને યાદગાર અનુભવનું વચન આપે છે. આ ઉપરાંત, રિસોર્ટમાં વેસ્ટર્ન થેરાપી ઓફર કરતું સ્પા છે, જે આખા દિવસની શોધખોળ પછી અનેરો આરામ આપે છે.