અત્રે એવું કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી કે તમે પોતે તમારા ભાગ્યના ઘડવૈયા છો અને બહુપ્રતિક્ષિત તનાવ-2નું મુખ્ય પાત્ર ગૌરવ અરોરાએ આ વાતને સિદ્ધ કરી છે. ગૌરવનો આ મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે પ્રવાસ તેની પ્રતિભાનો દાખલો હોવા સાથે તેના વિશ્વાસની શક્તિ પણ છે. સમીક્ષકો દ્વારા વખાણમાં આવેલી ઓરિજિનલ ઈઝરાયલી સિરીઝ ફૌદા અને તેની રોચક વાર્તા તનાવ સીઝન-1માં પરિવર્તિત થઈ તેન ઘનતા અને ઊર્જા તેની ભીતર પ્રગટી હતી. દર્શક તરીકે તનાવ-1 જોઈને તે મંત્રમુગ્ધ થઈ ગયો હતો. તે તનાવની દુનિયાનો જાણે હિસ્સો બની ગયો હતો. જોકે આ લગાવ અને ઊંડું જોડાણ આખરે તેને વિધિસર ભારતીય રિમેક તનાવની સીઝન-2માં તેને મુખ્ય પાત્ર સુધી દોરી જશે તેવું સપનામાં પણ તેણે વિચાર્યું નહોતું.“તનાવની પ્રથમ સીઝન અને ઓરિજિનલ સિરીઝ ફૌદા જોઈ ત્યારે હું પહેલી ફ્રેમમાં જ તેની તરફ એકદમ દોરવાઈ ગયો હતો. આ વાર્તાઓ, પાત્રો અને વાર્તાની સાતત્યતાભરી ગતિમાં કાંઈક લોહચુંબક છે. હું આ સિરીઝ જોતો હતો ત્યારે જાણે તેનો હિસ્સો બની ગયો હોઉં તેવી લાગણી થતી હતી. હું આવા શોમાં ભૂમિકા મળવી જોઈએ અને આવી રોચક અને સઘન સિરીઝનો હિસ્સો બનવા મળવું જોઈએ એવું ધારતો હતો. હવે તેના એડપ્ટેશનનો હિસ્સો બનવાની ખુશીનો કોઈ પાર નથી,” એમ અરોરા કહે છે. તેની લગની અને વિઝ્યુઅલાઈઝેશન વાસ્તવિકતમાં કઈ રીતે ફેરવાયાં તે વિશે એ કહે છે. તે મીર સબનો પત્ર ફરીદ ઉર્ફે અલ-દમિશ્ક બન્યો છે, જે પાત્ર કોમ્પ્લેક્સ સાથે રોચક પણ છે.એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત તનાવ ઈઝરાયલની ફૌદાની વિધિસર રિમેક છે. અવી ઈસાચેરોફ અને લાયોર રાઝ દ્વારા નિર્મિત, યેસ સ્ટુડિયોઝ ગ્વારા વિતરીત આ શોનું દિગ્દર્શન એવોર્ડ વિજેતા સુધીર મિશ્રા અને ઈ. નિવાસે કર્યું છે. શોમાં માનવ વીજ, ગૌરવ અરોરા, અરબાઝ ખાન, સત્યદીપ મિશ્રા, રજત કપૂર, શશાંક અરોરા, કબીર બેદી, સાહિબા બાલી, એકતા કૌલ, સોની રાઝદાન અને સુખમણી સાદના છે.
ગૌરવ અરોરાનો દર્શકથી વિલન સુધીનો પ્રવાસઃ સોની લાઈવ પર તનાવ સીઝન- 2માં સપનાની ભૂમિકા મળી
Date: