ભારતીય ઇક્વિટી બજારની વૃદ્ધિગાથાના નવા બેંચમાર્ક ગિફ્ટ નિફ્ટીએ નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે તથા 30 ઓગસ્ટ, 2024 સુધીમાં 100.13 અબજ યુએસ ડોલરના સર્વોચ્ચ માસિક ટર્નઓવર હાંસલ કરીને વધુ એક સિદ્ધિ મેળવી છે. આ નોંધપાત્ર સિદ્ધિએ જૂન, 2024માં તેના 97.8 અબજ યુએસ ડોલરના રેકોર્ડને પાર કર્યો છે.આ સીમાચિહ્ન ભારતની વિકાસગાથા માટે બેંચમાર્ક તરીકે ગિફ્ટ નિફ્ટીમાં વિશ્વાસ અને વૈશ્વિક રૂચિમાં વધારો સૂચવે છે. અમે ગિફ્ટ નિફ્ટીની સફળતાથી ઉત્સાહિત છીએ અને ગિફ્ટ નિફ્ટીને એક સફળ કોન્ટ્રાક્ટ બનાવવા અને જબરદસ્ત સપોર્ટ કરવા બદલ તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કરીએ છીએ.03 જુલાઇ, 2023ના રોજ ગિફ્ટ નિફ્ટીની કામગીરી સંપૂર્ણપણે શરૂ થયાં બાદ એનએસઇ IX ઉપર ટ્રેડિંગ ટર્નઓવર જબરદસ્ત વધ્યું છે. કામગીરીની સંપૂર્ણ શરૂઆતના પ્રથમ દિવસથી ગિફ્ટ નિફ્ટી ઉપર 25.13 મિલિયનથી વધુ કોન્ટ્રાક્ટનું વોલ્યુમ સાથે 30 ઓગસ્ટ, 2024 સુધીમાં 1.08 ટ્રિલિયન યુએસ ડોલરનું કુલ ટર્નઓવર થયું છે.
ગિફ્ટ નિફ્ટીએ ઓગસ્ટ 2024 માટે 100.13 અબજ યુએસ ડોલરનું સર્વોચ્ચ માસિક ટર્નઓવર નોંધાવ્યું
Date: