અમદાવાદ : ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર (TTF) અમદાવાદમાં ગોવા ટુરિઝમનું પેવેલિયન ધ્યાનાકર્ષક રહ્યું હતું. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર (TTF) ભારતના સૌથી મોટા ટ્રાવેલ ટ્રેડ શો નેટવર્કનો ભાગ છે. આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ ૭ થી ૯ ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટરમાં યોજાઈ હતી. ગોવા ટુરિઝમના પ્રતિનિધિમંડળમાં GTDCના જનરલ મેનેજર, શ્રી લક્ષ્મીકાંત વાઇગણકર, DOTના સહાયક પ્રવાસન અધિકારી શ્રી સુદેશ તાંબોસ્કર, DOTના માહિતી સહાયક શ્રી પ્રસાંત પરસેંકર અને GTDCના મેનેજર (IT) શ્રી પ્રીતેશ પલ્યેકરનો સમાવેશ થાય છે. TTF-અમદાવાદમાં ગોવા ટુરિઝમનું પેવેલિયન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં મુલાકાતીઓ આવ્યા અને સહ-પ્રદર્શકો સાથે સંવાદ કર્યો હતો.TTF-અમદાવાદ ૨૦૨૪માં ગોવા ટુરિઝમના પેવેલિયનને લાર્જ પેવેલિયન કેટેગરીમાં શ્રેષ્ઠ ડેકોરેશનનો એવોર્ડ મળ્યો છે, જે ગોવા રાજ્યની આકર્ષક અને નયનરમ્ય પ્રદર્શનો બનાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, અને ગોવાના અનોખા આકર્ષણોને તમામ મુલાકાતીઓ સુધી પહોંચાડે છે.ગોવા ટુરિઝમ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દર્શકોને તેમની અનોખી અને વૈવિધ્યસભર સેવાઓ દર્શાવવા માટે TTF-અમદાવાદ એક ઉત્તમ મંચ સાબિત થયું. પેવેલિયનમાં ગોવાનો સંસ્કૃતિક વારસો, તહેવારો, એડવેન્ચર્સ એક્ટિવિટી અને સુંદર બીચઝ જેવા વિવિધ આકર્ષણોને હાઇલાઇટ કરવામાં આવ્યા છે, જે દરેક મુલાકાતીને અવિસ્મરણીય અનુભવ આપવાની ખાતરી આપે છે. ગુજરાતના પર્યટન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન મંત્રાલયના મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને ફેરફેસ્ટ મીડિયા લિ.ના ચેરમેન શ્રી સંજીવ અગ્રવાલે TTF અમદાવાદમાં ગોવા ટુરિઝમ પેવેલિયનની મુલાકાત લીધી હતી.TTF અમદાવાદ ૨૦૨૪માં અમારી ભાગીદારીથી અમને અમારા રાજ્ય ગોવાના સંસ્કૃતિક અને પ્રાકૃતિક તત્વોને પ્રસ્તુત કરવાના અને ટકાઉ પર્યટન પદ્ધતિઓની પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દર્શાવવાનો અવસર મળ્યો છે. અમે ગોવાના હોટેલિયર્સ અને ટુર ઓપરેટર્સને પ્રવાસીઓ સાથે જોડાવા અને જવાબદાર પ્રવાસનને પ્રોત્સાહિત કરવા માટેનો આ મંચ મળવાથી ખુશ છીએ,” એમ શ્રી સુનીલ આંચિપાકા, IAS, ડિરેક્ટર ઓફ ટુરિઝમ અને મેનેજિંગ ડિરેક્ટર GTDCએ કહ્યું હતું.જનરલ મેનેજર GTDC, શ્રી લક્ષ્મીકાંત વાઇગણકરે કહ્યું કે, “TTF અમદાવાદમાં ગોવા ટુરિઝમનું પેવેલિયન વિશિષ્ટ રહેવું એ શ્રેષ્ઠ અનુભવ હતો. ગોવાની પ્રવાસન ક્ષમતાઓને ઉજાગર કરવા માટે અને અમારા મુલાકાતીઓ માટે આ ખૂબ જ પ્રેરણાત્મક હતું, ગોવા રાજ્યએ સસ્ટેનેબલ અને રીજનરેટીવ પર્યટન માટે પહેલ કરી છે અને ગોવાના સમૃદ્ધ વારસાના આકર્ષક દ્રશ્યો અમારા ટ્રેડ પાર્ટનર્સ અને મુલાકાતીઓને ખરેખર પ્રભાવિત કર્યા છે.”