દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.78326.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10458.53 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.67865.63 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 17930 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1102.73 કરોડનું થયું હતું.કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.6535.22 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.72001ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.72225 અને નીચામાં રૂ.72000ના મથાળે અથડાઈ, રૂ.71913ના આગલા બંધ સામે રૂ.189ના ઉછાળા સાથે રૂ.72102ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.113 વધી રૂ.58100ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.22 વધી રૂ.7068ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.219ના ઉછાળા સાથે રૂ.72040ના ભાવે બોલાયો હતો.ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.83941ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.85050 અને નીચામાં રૂ.83941ના મથાળે અથડાઈ, રૂ.83681ના આગલા બંધ સામે રૂ.1214ના ઉછાળા સાથે રૂ.84895ના ભાવે બોલાયો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.1169 ઊછળી રૂ.84906ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.1172 ઊછળી રૂ.84912ના ભાવ થયા હતા.બિનલોહ ધાતુઓમાં રૂ.1848.65 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.7.55ના સુધારા સાથે રૂ.792.5ના ભાવ થયા હતા. જ્યારે જસત સપ્ટેમ્બર વાયદો રૂ.4.35 વધી રૂ.259ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો રૂ.2.75 સુધરી રૂ.222.3ના ભાવ થયા હતા. જ્યારે સીસું સપ્ટેમ્બર વાયદો રૂ.1.95 વધી રૂ.182.95ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.