નટખટ કાનુડો તેની નાનપણ ની વાર્તાઓ થી લોકોમાં ખુબજ લોકપ્રિય બન્યા હતા અને એની લીલાઓ નો કોઈ પાર રહ્યો નહતો. અત્યાર ના બાળકો જયારે સંપૂર્ણ પણે ડિજિટલ થઈ ગયા છે અને નાનપણ ની રમતો પણ ભૂલી જતા હોય છે. આ રમતો અને કૃષ્ણ ની લીલાઓ જે ખરેખર જીવન માં ઉપયોગી છે તેની ઝાંખી કરવા માટે આજે ઋત્વી વ્યાસ (ડાઇરેક્ટર વેદાંત સ્કૂલ )જણાવ્યુ હતું કે વેદાંત ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ માં જન્માષ્ટમી ના પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ને કૃષ્ણ ના પાત્ર સાથે જોડાયેલ ઘણા બીજા પાત્રો પણ લેવામાં આવ્યા હતા. ૧ સુંદર વાર્તાઓ , ડાન્સ, દહીહાંડી અને માખણ મિસરી ના પ્રસાદ સાથે આ પર્વ ની ઉજવણી કરાવામાં આવી હતી.