ભારતના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ પૈકીના એક એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ (એચડીએફસી એમએફ)ના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે એચડીએફસી નિફ્ટી ઈન્ડિયા ડિજિટલ ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરી છે જે નિફ્ટી ઈન્ડિયા ડિજિટલ ઇન્ડેક્સને ટ્રેક કરવાનો ઉદ્દેશ્ય ધરાવતું પેસિવલી મેનેજ્ડ ફંડ છે. ન્યૂ ફંડ ઓફરિંગ (એનએફઓ) 22 નવેમ્બર, 2024ના રોજ ખૂલશે અને 6 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. આ સ્કીમ એવા રોકાણકારો માટે યોગ્ય હોઈ શકે છે જેઓ ભારતની સ્થાનિક ઇ-કોમર્સ, ફિનટેક કંપનીઓ વગેરે તથા નિકાસ આધારિત આઈટી સર્વિસીઝ કંપનીઓ બંનેમાં એક્સપોઝર મેળવીને ભારતની ટ્રિલિયન ડોલર ડિજિટલ તકોનો લાભ લેવા માંગતા હોય.એચડીએફસી નિફ્ટી ઈન્ડિયા ડિજિટલ ઇન્ડેક્સ ફંડ રોકાણકારોને સોફ્ટવેર, ટેલિકોમ, ઇ-કોમર્સ, ફિનટેક વગેરે સહિતના લાયક સેક્ટર્સના 30 સ્ટોક્સના પોર્ટફોલિયો થકી ભારતના ડિજિટલ પરિવર્તનમાં વ્યાપક એક્સપોઝર પૂરું પાડે છે. ડિજિટલ થીમને ડાયવર્સિફાઇડ એક્સપોઝર પૂરું પાડવા માટે સેક્ટરનું વેઇટેજ પ્રત્યેકમાં 50 ટકા અને વ્યક્તિગત સ્ટોકનું વેઇટેજ પ્રત્યેકમાં 7.5 ટકા રાખવામાં આવ્યું છે. 31 ઓક્ટોબર, 2024 સુધીમાં નિફ્ટી ઈન્ડિયા ડિજિટલ ઇન્ડેક્સે ઇ-કોમર્સ અને ફિનટેક જેવા સ્થાનિક-કેન્દ્રિત ક્ષેત્રોમાં લગભગ 50 ટકા ફાળવણી કરી હતી અને લગભગ 50 ટકા ફાળવણી સોફ્ટવેર અને આઈટી એનેબલ્ડ સર્વિસીઝ જેવા નિકાસ કેન્દ્રિત સેગમેન્ટ્સમાં કરી હતી.
આ ફંડનું સંચાલન શ્રી નિર્માણ મોરખિયા અને શ્રી અરૂણ અગ્રવાલ સંભાળશે. રોકાણકારો એનએફઓ સમયગાળો અને ત્યારપછી ચાલનારી ઓફરના સમયગાળા બંને દરમિયાન રૂ. 100ના લઘુતમ રોકાણથી તેમાં ભાગ લઈ શકશે. ખરીદી અને વેચાણ માટે સ્કીમ ફરીથી ખૂલે ત્યારપછી સતત ચાલનારી ઓફરનો સમયગાળો શરૂ થશે.આ લોન્ચ અંગે એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી નવનીત મુનોતે જણાવ્યું હતું કે એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ ખાતે અમે રોકાણકારોની વિવિધ જરૂરિયાતોને સંતોષવા માટે વ્યાપક રેન્જના રોકાણ ઉકેલો વિસ્તારવાનું ચાલુ રાખીએ છીએ. એચડીએફસી નિફ્ટી ઈન્ડિયા ડિજિટલ ઇન્ડેક્સ ફંડથી રોકાણકારો સ્થાનિક ડિજિટલ ઇનોવેટર્સ અને નિકાસ કેન્દ્રિત આઈટી સર્વિસીઝ કંપનીઓ બંનેમાં એક્સપોઝર ધરાવતા સિંગલ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન દ્વારા ભારતની ડિજિટલ ક્રાંતિમાં ભાગ લઈ શકશે. ઇન્ડેક્સ સોલ્યુશન્સમાં અમારી બે દાયકાની નિપુણતા અમને અમારા રોકાણકારોને આ રોકાણ તક પૂરી પાડવા માટે મજબૂત સ્થિતિમાં મૂકે છે.