તેની અસરથી છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તરાખંડ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. ગુજરાત પ્રદેશ, કેરળ અને માહે, કોસ્ટલ કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થયો છે. આ દરમિયાન, હિમાચલ પ્રદેશ, પંજાબ, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, મધ્ય મહારાષ્ટ્ર, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, દક્ષિણ આંતરિક કર્ણાટક, ઓડિશામાં કેટલાક સ્થળોએ મૂશળધાર અને ભારે વરસાદ થયો હતો. 30મી જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં, પહેલી ઑગસ્ટે કોંકણ અને ગોવામાં, 31મી જુલાઈથી બીજી ઑગસ્ટ સુધી પૂર્વ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં પહેલી અને બીજી ઑગસ્ટ, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં બીજી ઓગસ્ટે ભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. ઉત્તરાખંડમાં બીજી ઑગસ્ટ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં 31મી જુલાઈથી પહેલી ઑગસ્ટ સુધી અને હરિયાણા, ચંડીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં 31મી જુલાઈ સુધી વરસાદનું ઑરેન્જ ઍલર્ટ છે. આ ઉપરાંત દક્ષિણ કર્ણાટકમાં 30મી જુલાઈ સુધી, પૂર્વોત્તર રાજ્યો નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પહેલી ઑગસ્ટ સુધી, અરુણાચલ પ્રદેશમાં પહેલી અને બીજી ઑગસ્ટ સુધી અને ઓડિશામાં 31મી જુલાઈ અને પહેલી ઑગસ્ટ સુધી ભારે વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ છે.