
ભારતની સૌથી મોટી ઝિંક અને સિલ્વર ઉત્પાદક હિંદુસ્તાન ઝિંક લિમિટેડે (એચઝેડએલ) મલ્ટી મેટલ કંપની તરીકે વિકાસ સાધવા માટેની યોજનાઓ રજૂ કરી છે. શેરધારકોને લખેલા પોતાના પત્રમાં ચેરપર્સન પ્રિયા અગરવાલ હેબ્બરે જણાવ્યું છે કે કંપની ક્લીન એનર્જી અને મહત્વના ખનીજોની સપ્લાય ચેઇન્સમાં વૈશ્વિક કંપની તરીકે તેની સ્થિતિ મજબૂત બનાવવા માટે ટકાઉપણા, ઇએસજી અને તેની કોસ્ટ લીડરશિપ પહેલ પર સતત ધ્યાન આપી રહી છે. પત્રમાં તેમણે જણાવ્યું થે કે કંપની લંડન મેટલ એક્સચેન્જ દ્વારા રજૂ કરાનાર ટકાઉ ધાતુઓ પર ગ્રીન પ્રીમિયમનો લાભ લેવા માટે મજબૂત સ્થિતિમાં છે.અમે ઝિંક અને સિલ્વર કંપનીમાંથી મલ્ટી-મેટલ, ભવિષ્યને સક્ષમ કરનાર કંપની તરીકે વિકાસ સાધી રહ્યા છીએ. હિંદમેટલ એક્સપ્લોરેશન સર્વિસીઝ દ્વારા અમે ભારતના મહત્વના મિનરલ વિઝન સાથે સંલગ્ન છીએ અને ચપળતા તથા ઉદ્દેશ સાથે ક્લીન ટેક ઇકોનોમીને સશક્ત બનાવવા માટે તૈયાર છીએ, એમ તેમણે જણાવ્યું હતું.હિંદુસ્તાન ઝિંક વિશ્વની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ ઝિંક ઉત્પાદક અને ભારતની ટોચની ચાંદી ઉત્પાદક બની રહી છે. ચાંદી હાલ કંપનીની EBIT માં 38 ટકાનું યોગદાન આપે છે. છેલ્લા 20 વર્ષોથી હિંદુસ્તાન ઝિંકે ચાંદીનું ઉત્પાદન 20 ગણું વધાર્યું છે અને હવે તે વિશ્વની ટોચની પાંચ મુખ્ય ચાંદી ઉત્પાદકો પૈકીની એક છે. ક્લીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેમીકંડક્ટર્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ફાઇવજી ટેક્નોલોજી અને વોટર પ્યુરિફિકેશન સિસ્ટમ્સમાં તેના ઉપયોગો થતા હોવાથી કંપનીને આશા છે કે બંને ધાતુઓની માંગમાં વધારો થશે.પ્રિયા અગરવાલ હેબ્બરે એ પણ જણાવ્યું હતું કે હિંદુસ્તાન ઝિંક કેવી રીતે વૈશ્વિક અર્થતંત્ર સામે ઊભા થઈ રહેલા અને હાલના પડકારો માટે તૈયાર છે. અનેક અનિશ્ચિતતાઓમાં પણ હિંદુસ્તાન ઝિંક માટે મોટી તકો રહેલી છે. નિશ્ચિત છે કે અમે ઉત્પાદન, ટકાઉપણું અને કિંમતની બાબતે વૈશ્વિક નેતૃત્વ જાળવી રાખીશું. અમે વિકાસ માટે નવા માર્ગો મેળવવા અને અમારા માર્જિનને સુરક્ષિત રાખવા માટે દ્રઢપણે પ્રતિબદ્ધ છીએ. ઝિંક અને સિલ્વરને મહત્વની ટ્રાન્ઝિશન મેટલ્સ તરીકે ગણાવામાં આવે છે અને તેની માંગ નોંધપાત્ર રીતે વધવા જઈ રહી છે. ગ્લોબલ સપ્લાય ચેઇન બદલાઇ શકે અને અપનાવી શકે પરંતુ અમે સજ્જ અને ભવિષ્ય માટે તૈયાર રહીશું.કંપનીએ નાણાંકીય વર્ષ 2025માં વિક્રમી નાણાંકીય અને ઓપરેશનલ કામગીરી નોંધાવી છે. ખાણકામ કરેલી ધાતુઓનું ઉત્પાદન 1,095 કેટી અને રિફાઇન કરેલી ધાતુઓનું ઉત્પાદન વધીને 1,052 કેટી થયું હતું જેનાથી હિંદુસ્તાન ઝિંકનો ભારતીય પ્રાયમરી ઝિંક માર્કેટમાં હિસ્સો 77 ટકા થયો છે. આવકો વાર્ષિક ધોરણે 18 ટકા વધીને રૂ. 34,083 કરોડ, એબિટા 28 ટકા વધીને રૂ. 17,465 કરોડ અને ચોખ્ખો નફો 33 ટકા વધીને રૂ. 10,353 કરોડ થયો હતો. કંપનીએ તેનો ઉત્પાદન ખર્ચ પણ 6 ટકા ઘટાડીને ટન દીઠ 1,052 ડોલર કર્યો હતો અને તેને વધુ ઘટાડીને ટન દીઠ 1,000 ડોલર કરવાનું લક્ષ્ય છે.
તેના વધતા મહત્વ છતાં, ભારતનો માથાદીઠ ઝિંકનો વપરાશ ફક્ત 0.5 કિલો છે જે વૈશ્વિક સરેરાશના એક ચતુર્થાંશ છે. આ ભારત માટે એક મોટી તક ઊભી કરે છે. ઇન્ટરનેશનલ ઝિંક એસોસિએશનનો અંદાજ છે કે આગામી દાયકામાં સ્થાનિક ઝિંકની માંગ 2 મિલિયન ટનથી વધુ થઈ જશે. આ માટે તૈયારી કરવા માટે હિન્દુસ્તાન ઝિંક તેની માઇનિંગ઼ અને સ્મેલ્ટિંગ ક્ષમતાને બમણી કરવાની યોજના ધરાવે છે.વૈવિધ્યકરણની બાબતે હિન્દુસ્તાન ઝિંકે 30 કેટીપીએ ઝિંક એલોય પ્લાન્ટ શરૂ કર્યો છે, જેમાં વેલ્યુ-એડેડ પ્રોડક્ટ્સ હવે કુલ વ્યવસાયમાં 22 ટકા ફાળો આપે છે. તે DAP/NPK (ડાયમોનિયમ ફોસ્ફેટ/નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ) પ્લાન્ટ સાથે ખાતર ક્ષેત્રમાં પ્રવેશવાનો પણ હેતુ ધરાવે છે જે નાણાંકીય વર્ષ 2027 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, હિંદમેટલ એક્સપ્લોરેશન સર્વિસીસ, ભારતમાં તાંબુ, લિથિયમ, નિકલ, કોબાલ્ટ, પોટાશ અને સોનાની શોધ કરી રહી છે. આ એ ખનીજો છે જેને વૈશ્વિક ઊર્જા સંક્રમણ અને ડિજિટલ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.ટકાઉપણું મુખ્ય કેન્દ્રબિંદુ છે. રિન્યુએબલ એનર્જી હાલમાં હિન્દુસ્તાન ઝિંકના 13 ટકા કામગીરીને વેગ આપે છે, જે નાણાંકીય વર્ષ 2028 સુધીમાં 70 ટકા સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. રામપુરા અગુચા ખાતે વિશ્વની સૌથી મોટી ભૂગર્ભ ઝિંક ખાણ ખાતે કંપનીએ વોટર મેનેજમેન્ટને સુધારવા માટે 4,000 કેએલડી (કિલોલિટર પ્રતિ દિવસ) ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પ્લાન્ટ શરૂ કર્યો.હિન્દુસ્તાન ઝિંક તેના ઇએસજી લક્ષ્યોને ટેકો આપવા માટે ટેકનોલોજીમાં પણ રોકાણ કરી રહી છે. સ્ટાર્ટઅપ એક્સિલરેટર, વેદાંતા સ્પાર્ક દ્વારા કંપનીએ 80થી વધુ ઇએસજી કેન્દ્રિત સ્ટાર્ટઅપ્સ સાથે ભાગીદારી કરી છે અને ઓટોમેશન, સલામતી અને ટકાઉપણા જેવા ક્ષેત્રોમાં 120થી વધુ ડિજિટલ સોલ્યુશન્સનો ઉપયોગ કર્યો છે. રીઅલ-ટાઇમ અંડરગ્રાઉન્ડ મોનિટરિંગ સિસ્ટમ્સ અને એઆઈ-આધારિત એનાલિટિક્સ હવે નિયમિત કામગીરીનો ભાગ છે.રૂ. 1.95 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન સાથે હિન્દુસ્તાન ઝિંક નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ટોચની ત્રણ કંપનીઓમાં સ્થાન ધરાવે છે. કંપનીની સીએસઆર પહેલ 2,300થી વધુ ગામડાંમાં લગભગ 25 લાખ લોકો સુધી પહોંચી છે.