હ્યુમન મોબાઈલ ડિવાઈસીસ (HMD) એ રૉ ઇન્ડસ્ટ્રીઅલ સ્લીકને અદ્યતન સુવિધાઓ સાથે જોડતું એક આકર્ષક સ્માર્ટફોન, HMD ફ્યુઝન લોન્ચ કર્યો. એક અદભુત 108MP રીઅર કેમેરા અને 50MP સેલ્ફી કેમેરાથી સજ્જ આ ફોનમાં જે ખાસ છે તે છે તેમાં ઉપલબ્ધ વિવિધ વિશેષતાઓ: આ ડિવાઇસ તેની ઓળખ અને કાર્યક્ષમતાને અટેચેબલ સ્માર્ટ આઉટફિટ્સ, એટલે કે કેઝ્યુઅલ આઉટફિટ, ફ્લેશી આઉટફિટ અને ગેમિંગ આઉટફિટ સાથે બદલી શકે છે, જેનાથી વપરાશકર્તાઓ તેનો વિવિધ રીતે ઉપયોગ કરી શકે છે.પ્રસ્તુત છે: HMD ફ્યુઝન ફ્લેશી અને HMD ફ્યુઝન ગેમિંગ આઉટફિટ્સ. HMD ફ્યુઝન, સ્માર્ટફોન અને આઉટફિટ વચ્ચે છ વિશિષ્ટ સ્માર્ટ પિનનો ઉપયોગ કરીને એક પારસ્પરિક બંધન દર્શાવે છે, આ આઉટફિટ્સ – જે ફોન કેસ જેવા દેખાય છે તે હાર્ડવેર અને સૉફ્ટવેર બંનેને તરત જ પરિવર્તિત કરીને તમારી જરૂરિયાત પુરી કરવા માટે તે મુજબનો સ્માર્ટફોન બની જાય છે.HMD ગેમિંગ આઉટફિટ અનુભવને વધુ બેહતર બનાવવા માટે, HMD એ ભારતમાં ડિજિટલ ટર્બાઇન એન્ડ એપ્ટોઇડ સાથે વિશિષ્ટ ભાગીદારીનું સાહસ કર્યું છે. આ ભાગીદારી એપ્ટોઇડ ગેમ સ્ટોરને HMD ફ્યુઝન સાથે લાવે છે, જેનાથી વપરાશકર્તાઓ વિશ્વની અગ્રણી મોબાઇલ ગેમ્સની ઍક્સેસ મેળવી શકે છે.આ નવા લોન્ચ પર ટિપ્પણી કરતા, HMD ખાતે ઇન્ડિયા એન્ડ એપીએસીના સીઈઓ અને વીપી, રવિ કુંવરે જણાવ્યું હતું કે: “HMD ફ્યુઝન એવા ગ્રાહકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેઓ એક જ ડિવાઇસમાં ઉચ્ચ કાર્યક્ષમતા, ઉત્કૃષ્ટ અનુભવ અને ટકાઉ નવીનતા ઈચ્છે છે. અમારા મુજબ ‘તે માત્ર એક સ્માર્ટફોન કરતાં ઘણું વધુ છે’ કારણ કે તેનો ઉપયોગ, તમારી જીવનશૈલીને અનુરૂપ સરળતાથી કરી શકાય છે. પછી તમે ગેમર હોવ કે કન્ટેન્ટ ક્રિએટર, ફ્યુઝન, તમારી જરૂરિયાતો અને શોખને મેચ કરવા માટે તેના ‘આઉટફિટ્સ’માં એક સામાન્ય ફેરફાર સાથે તે મુજબ તમારી સાથે બદલે છે. HMD ખાતે અમે ટેક્નોલોજીને માનવીય સ્પર્શ આપવામાં માનીએ છીએ અને અમે આમ કરવાનું ચાલુ રાખીશું.”
વધુમાં,એપ્ટોઇડ સ્ટોરમાં વપરાશકર્તાઓ માટે કંટ્રોલર-વિશિષ્ટ ગેમ્સ ડાઉનલોડ કરવા માટે “પ્લે વિથ યર HMD ગેમિંગ આઉટફિટ્સ” માટે એક સમર્પિત વિભાગ હશે. ડિજિટલ ટર્બાઇનની SingleTap™ ટેક્નોલોજી સાથે, HMD વપરાશકર્તાઓ ગેમ શોધવાના અદભુત અનુભવ અને સરળ ઇન્સ્ટોલેશનનો આનંદ માણી શકે છે. ડીટી અને એપ્ટોઇડ 2022 થી સાથે મળીને કામ કરી રહ્યા છે, જેમાં તેઓ મોબાઇલ ઓપરેટર, OEM અને એપ્લિકેશન ડેવલપર ક્લાયન્ટ્સ માટે નવા અને નવીન ડિસ્ટ્રીબ્યુશન પ્રોડક્ટ્સ બનાવવા માટે એકબીજાની ટેક્નોલોજીનો લાભ લઈ રહ્યા છે. HMD ફ્યુઝન ગેમિંગ આઉટફિટ સાથે પૈર કરેલ, ચોક્કસ ગેમપ્લે માટે ભૌતિક બટનો અને જોયસ્ટિક્સથી સજ્જ, આ ભાગીદારી ડિવાઇસને ગેમિંગ ઉત્સાહીઓ માટે જાણે એક અદભુત ભેટ બનાવે છે.એચએમડી ફ્યુઝન એન્ડ્રોઇડ 14 પર સંચાલિત છે, જે સુનિશ્ચિત કરે છે કે વપરાશકર્તાઓને Google તરફથી નવીનતમ ફીચર્સ અને સેક્યુરીટી અપડેટ્સ મળતા રહે. રૂ. 17999ની કિંમતે HMD ફ્યુઝન ટેક બ્લોક કોન્સેપ્ટમાં ઉપલબ્ધ છે અને રૂ. 5999 ના HMD કેઝ્યુઅલ આઉટફિટ, HMD ફ્લેશી આઉટફિટ અને HMD ગેમિંગ આઉટફિટ કોમ્પ્લિમેન્ટરી આપે છે. જ્યારે નિયમિત કિંમત રૂ. 17999 છે, ખાસ મર્યાદિત સમયગાળાની લોન્ચ કિંમત રૂ. 15,999 છે, જે માત્ર (તમામ બેંકો) એમેઝોન પર ઉપલબ્ધ છે. વેચાણ 29મી નવેમ્બરે બપોરે 12.01 વાગ્યાથી શરૂ થશે. HMD.com પર પણ ઉપલબ્ધ.