રાજકોટમાં આર્થિક સંકડામણમાં મુકાયેલા એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી જીવન ટુંકાવાના પ્રયાસ થયા છે. ગુજરાતમાં વિકાસના ખોખલા દાવા વચ્ચે આજે પ્રત્યેક પરિવારમાં આમદની અઠ્ઠની ખર્ચ રૂપૈયા જેવી સ્થિતીની હકિકતને જાણે છતી કરી છે. મોરબી-વાંકાનેરમાં અને 2 પુત્રી, વડોદરા- વાઘોડીયામાં પતિ-પતિ-બાળક, સુરેન્દ્રનગર-દુધરેજમાં માતા-પિતા આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વિકાસ વિકાસની આંધળી દોટમાં વધતી જતી અસમાનતા વચ્ચે છેલ્લા પંદર મહિનામાં ગુજરાતમાં 17થી વધુ પરિવારોએ સામુહિક આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. વધતા જતા આત્મહત્યાના કિસ્સાઓન સમૃદ્ધ ગુજરતમાં સામાજીક અને આર્થિક ચિત્રની કડવી હકિકતને ઉજાગર કરી છે.
છેલ્લા પંદર મહિનામાં સામુહિકઆત્મહત્યાના કેસોએ ગુજરાતની દિકરી, સુરત-સરઘાણામાં માતા-દિકરી, વડોદરા-કાછિયાપોળમાં માતા-પુત્ર-પતિ, ડીસામાં પુત્ર-પિતા, જુનાગઢ-વંથલીમાં માતા-પિતા-સંતાન, ભાવનગરમાં ભાઇ-બહેન, સુરત-રાંદેરમાં માતા-બે બાળકો, પુત્ર-પુત્રી, ધોળકા-અમદાવાદમાં પિતા- પુત્ર, સુરતમાં પતિ-પત્ની-પિતા- માતા-૩ સંતાન, બનાસકાંઠામાં પુત્રવધુ-સાસુ-બે બાળકો અને બોટાદ-નિગાળામાં પિતા અને ત્રણ સંતાન એમ કુલ જુદી જુદી 17 જેટલા પરિવારના સામુહિક આત્મહત્યાની ઘટનાઓ ગુજરાતના વાસ્તવિક સામાજીક અને આર્થિક ચિંતાજનક ચિત્રને ઉજાગર કરે છે.આર્થિક સંકડામણ, વધતી જતી અસમાનતા, સામાજિક અસુરક્ષા, વ્યાજના ચક્કરમાં દેવાદારી, ભય, દેવાદારીના બોજ નીચે ભીંસમાં આવેલા પરિવારોએ ના છૂટકે સામૂહિક રીતે જીવન ટુંકાવવા બન્યા મજબૂર બની રહ્યાં છે. ગતિશીલ ગુજરાત માટે ચિંતાનો વિષય બન્યોછે. નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોના અહેવાલ અનુસાર, છેલ્લાં 3 વર્ષમાં ગુજરાતમાં કુલ 25,841 વ્યક્તિએ આત્મહત્યા કરી છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 25 વ્યક્તિ આત્મહત્યા કરે છે. વર્ષ 2020માં 8050, 2021માં 8789 અને 2022માં 9002 વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. રોજનું કમાઈ રોજનો ખર્ચ – ફેરીયા લારી પાથરણાવાળા રોજમદારની આત્મહત્યાના કિસ્સામાં 50.44 ટકાનો વધારો થયો છે. છેલ્લા છ વર્ષમાં 19862 રોજમદારોએ આર્થિક સંકડામણ, સામાજિક અસુરક્ષા, આવક ઘટતી જાય અને ખર્ચ વધતો જાય ત્યારે લોકો આત્મહત્યા કરવા મજબૂર બન્યાં છે. આમ, વિકાસના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં વધતા જતા આત્મહત્યાના કિસ્સાએ ગુજરાતની સામાજીક અને આર્થિક સ્થિતીનું અસલી ચિત્ર રજૂ કર્યું છે.