સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પોરબંદરમાં ગઈકાલ સવારે છ વાગ્યાથી લઈને બપોરના ચાર સુધીમાં 22 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખતાં 1983 પછીનો અતિભારે વરસાદ નોંધાયો છે. જેમાં રાણાવાવમાં નવ ઈંચ, કુતિયાણામાં છ ઈંચ, દ્વારકાના કલ્યાણપુરમાં અઢી ઈંચ, દ્વારકા અને કેશોદમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ભારે વરસાદને પગલે પોરબંદર શહેર બેટમાં ફેરવાયું હોય તેવો માહોલ સર્જાયો છે. બીજી તરફ, પૂર જેવી સ્થિતિમાં 13થી વધુ લોકો ફયાસા હોવાથી ફાયર વિભાગના ટીમ દ્વારા રેસક્યૂ કરવામાં આવ્યું છે. આ સાથે અતિભારે વરસાદી માહોલ વચ્ચે 15થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે.પોરબંદરના અનેક વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં ભારે વરસાદના પ્રવાહમાં રિક્ષામાં બેઠેલા દંપતી તણાયા હોવાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ દ્વારા દંપતીનું રેસક્યૂ કરીને જીવ બચાવ્યો હતો. શહેર કેટલાય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે.પોરબંદરમાં ધોધમાર વરસાદને પગલે શહેરના અમુક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ હતી. જેમાં રાણાવાવમાં નવ ઈંચ, કુતિયાણામાં છ ઈંચ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે શહેરના રોકડીયા હનુમાન પાસેના મફતીયાપરામાં લોકોના ઘરમાં પાણી ભરાવાની સાથે એક-એક માળ જેટલાં પાણી ભરાતાં લોકો ફસાયા હતા. તેવામાં ફાયર વિભાગે જાણ કરતાં 13 જેટલા લોકોનું રેસક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શહેરમાં 15થી વધુ વૃક્ષો ધરાશાયી થતાં ફાયર વિભાગની ટીમ દ્વારા વૃક્ષોને દૂર કરીને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યાં હતા.
ગુજરાતમાં કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર ઉપરાંત પણ જુનાગઢ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. પોરબંદરમાં તો આકાશી આફતથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને પગલે જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. તો બીજી તરફ ભારે વરસાદના સમયે જ અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. જૂનાગઢ પંથકમાં ભારે વરસાદના લીધે 25 જેટલા રસ્તાઓ બંધ થઇ ગયા છે તો બીજી તરફ માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તકના પણ 8 સ્ટેટ હાઇવે બંધ હાલતમાં છે. જુનાગઢ કલેક્ટર દ્વારા ટ્વીટ કરી પાણી ભરાયેલા રસ્તાઓ પર પસાર ન થવા સૂચના આપવામાં આવી છે. રસ્તાઓ પર પાણી વળતાં અનેક ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સીધી અસર ટ્રેનો પર વર્તાઇ છે. સૌરાષ્ટ્ર પંથકમાં અતિભારે વરસાદના લીધે રેલ વ્યવહાર ખોરવાઇ ગયો છે. તો બીજી તરફ પોરબંદર-રાણાવાવ વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. પોરબંદર ભાણવડ પોરબંદર, પોરબંદર ભાવનગર પોરબંદર અને પોરબંદર કાનાલુસ પોરબંદર ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. જ્યારે 3 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. તેમજ 2 ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોરબંદર શહેર, ગ્રામ્ય અને બરડા પંથક જળમગ્ન થયો છે. વરસાદની આગાહીને લઇ NDRFની ટીમ તૈનાત કરાઇ છે. વડોદરા, નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકામાં ટીમ તૈનાત કરાઇ છે. જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત, ગીર સોમનાથમાં તૈનાત છે. અતિભારે વરસાદની આગાહીને લઇ તંત્ર એલર્ટ મોડ પર છે. કોઇ જાનહાનિ કે દુર્ઘટના ના સર્જાય તે માટે કામગીરી કરી રહી છે. NDRFની ટીમ બચાવ કામગીરી કરશે.રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પોરબંદર 14 ઈંચ, કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ, વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જુનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (19મી જુલાઈ) પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (19મી જુલાઈ) પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે.20મી જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ભરૂચ અને નર્મદામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 21 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભાર વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં પડી શકે છે.