Sunday, November 24, 2024
HomeSportsપાકિસ્તાનને એકમાત્ર ગોલ્ડ અપાવનાર અરશદને ભારતની સરખામણીમાં કેટલા રૂપિયા મળશે?

પાકિસ્તાનને એકમાત્ર ગોલ્ડ અપાવનાર અરશદને ભારતની સરખામણીમાં કેટલા રૂપિયા મળશે?

Date:

spot_img

Related stories

વાયનાડમાં પ્રિયંકાને 4 લાખ+ની લીડ, ભાઈ કરતા બેન સવાઈ:રાહુલ...

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે 15 રાજ્યોની...

વાવમાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 1300 મતથી જીત,છેલ્લી ઘડીએ...

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા...

મહારાષ્ટ્રમાં CM કોણ? ચૂંટણી પરિણામ આવતા ભાજપ-શિવસેનામાં ખેંચતાણ, આવતીકાલે...

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ ઈતિહાસ રચવા જઈ રહી છે. ગત...

મહારાષ્ટ્રમાં હવે ભાજપના જ મુખ્યમંત્રી, શિંદેને દિલ્હી મોકલાશે કે...

આજ રોજ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા...

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 10 દર્દીઓની લિથોટ્રિપ્સીથી ઓપેરેશન વગર...

અમદાવાદ : પથરીની સમસ્યા ધરાવતા દર્દીઓ માટે વાઢકાપ-કોઇપણ પ્રકારના...

એથર એનર્જી લિમિટેડે તેના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટે Eight70 TM...

Ather Energy Limited, EV ટુ-વ્હીલર ઉદ્યોગમાં અગ્રણી ભારતમાં EV...
spot_img

પાકિસ્તાનની ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અરશદ નદીમે 8મી ઓગસ્ટની રાત્રે પોતાના દેશ માટે ઈતિહાસ રચ્યો હતો. અરશદ પાકિસ્તાન માટે વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ એથ્લેટ બની ગયો હતો. તેણે પાકિસ્તાનને 32 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ પણ અપાવ્યો હતો. એટલું જ નહીં અરશદે 92.97 મીટર થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે પોતે ઓલિમ્પિક રેકોર્ડ પણ છે. અરશદે બે વખત 90 મીટરથી વધારે લાંબો થ્રો કરી દીધો હતો.આ મેડલ જીત્યા બાદ અરશદે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, ‘ ‘સૌપ્રથમ, હું આ ખાસ સફળતા માટે અલ્લાહનો આભાર માનું છું. મારા પરિવારની પ્રાર્થના, સમગ્ર રાષ્ટ્રની પ્રાર્થના અને ખાસ કરીને મારા કોચ સલમાન ઇકબાલ બટ્ટના અથાક પ્રયાસો અને ડૉ. અલી શેર બાઝવાની મદદથી મેં આ સિદ્ધિ હાંસલ કરી છે. આપ સૌનો આભાર.’તમને જણાવી દઈએ કે, અરશદે 92.97 મીટર થ્રો કરીને ઓલિમ્પિક રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ પહેલાનો રેકોર્ડ નોર્વેના એન્ડ્રેસ થોર્કિલસનના નામે હતો. તેણે બેઇજિંગ ઓલિમ્પિકમાં 90.57 મીટરનો થ્રો કર્યો હતો. આ ઓલિમ્પિકમાં અરશદના ગોલ્ડ બાદ સિલ્વર મેડલ નીરજ ચોપરાને મળ્યો હતો. ઓલિમ્પિકમાં નીરજનો સર્વશ્રેષ્ઠ થ્રો 89.45 હતો જે તેનો સિઝન બેસ્ટ સ્કોર પણ હતો.

અરશદને કેટલા રૂપિયા મળશે? :
પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અરશદ નદીમને 50 હજાર ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે 41 લાખ રૂપિયા અને પાકિસ્તાની કરન્સી પ્રમાણે 1 કરોડ 40 લાખ રૂપિયા મળશે. પાકિસ્તાનમાં નદીમ પર ઇનમોની વર્ષ કરવામાં આવી હતી. સિંધ સરકાર અને તેના ગવર્નરે અરશદ માટે ઈનામની રકમની જાહેરાત કરી છે. અત્યાર સુધી કરવામાં આવેલી જાહેરાતો પ્રમાણે અરશદને કુલ મળીને છ કરોડ પાકિસ્તાની રૂપિયા મળવાના છે. જે ભારતીય ચલણ પ્રમાણે 1,53,66,058 રૂપિયા થાય છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલોના અહેવાલ પ્રમાણે સિંધ રાજ્યની સરકાર પાંચ કરોડ પાકિસ્તાની રૂપિયા (1.5 કરોડ ભારતીય રૂપિયા) આપવા જઈ રહી છે. આ ઉપરાંત સિંધના ગવર્નરે એક્સ પર 10 લાખ પાકિસ્તાની રૂપિયા ( 3 લાખ ભારતીય રૂપિયા) આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય સિંગર અલી ઝફરે પણ નદીમને 10 લાખના ઇનામની જાહેરાત કરી હતી. આટલું જ નહીં કરાચીના મેયર મુર્તઝા વહાબે જાહેરાત કરી હતી કે કરાચીમાં અરશદ નદીમના નામે એક સ્પોર્ટ્સ એકેડમી ખોલવામાં આવશે.

વિનેશને ચાર કરોડ :

જ્યાં ગોલ્ડ બદલ અરશદને દોઢ કરોડ રૂપિયાની જાહેરાત થઈ છે ત્યાં રેસલિંગની ફાઇનલમાં ડિસ્કવોલિફાય થનાર વિનેશ ફોગાટને હરિયાણા સરકારે 4 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ સિવાય હોકી ટીમને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ કરોડોના ઈનામ મળશે.

વાયનાડમાં પ્રિયંકાને 4 લાખ+ની લીડ, ભાઈ કરતા બેન સવાઈ:રાહુલ...

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે 15 રાજ્યોની...

વાવમાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 1300 મતથી જીત,છેલ્લી ઘડીએ...

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા...

મહારાષ્ટ્રમાં CM કોણ? ચૂંટણી પરિણામ આવતા ભાજપ-શિવસેનામાં ખેંચતાણ, આવતીકાલે...

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ ઈતિહાસ રચવા જઈ રહી છે. ગત...

મહારાષ્ટ્રમાં હવે ભાજપના જ મુખ્યમંત્રી, શિંદેને દિલ્હી મોકલાશે કે...

આજ રોજ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા...

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 10 દર્દીઓની લિથોટ્રિપ્સીથી ઓપેરેશન વગર...

અમદાવાદ : પથરીની સમસ્યા ધરાવતા દર્દીઓ માટે વાઢકાપ-કોઇપણ પ્રકારના...

એથર એનર્જી લિમિટેડે તેના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટે Eight70 TM...

Ather Energy Limited, EV ટુ-વ્હીલર ઉદ્યોગમાં અગ્રણી ભારતમાં EV...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here