નીરજ ચોપડા પેરિસ ઓલિમ્પિક 2024માં પોતાના ગત ટોક્યો ઓલિમ્પિક ઈતિહાસને બેવડાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ચાહકો નીરજ ચોપડાની રમતની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. નીરજ ચોપડાનો ક્વોલિફિકેશન રાઉન્ડ 6 ઓગસ્ટે થવાનો છે. આ પહેલા જ એક ભારતીય ચાહક તેને ચીયર કરવા પેરિસ પહોંચી ચૂક્યો છે.
આ ચાહક પ્લેનથી નહીં પરંતુ પોતાની સાઈકલથી નીરજ ચોપડાને ચીયર કરવા પેરિસ પહોંચ્યો છે. તે ચાહકનું નામ ફાયિસ અસરફ અલી છે.વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ કરી ચૂક્યો છે નીરજ ચોપડાને ચીયર ફાયિસ અસરફ અલીએ 15 ઓગસ્ટ 2022એ પોતાની યાત્રા શરૂ કરી અને 17 દેશોથી થતાં પેરિસ પહોંચવામાં બે વર્ષનો સમય લીધો. તેમનો હેતું ‘ભારતથી લંડન સુધી સાઈકલ ચલાવીને શાંતિ અને એકતા ફેલાવવાનો’ હતો. 1 ઓગસ્ટ 2023ની બપોરે બુડાપેસ્ટમાં જ્યારે તેમને જાણ થઈ કે નીરજ ચોપડા પણ ત્યાં રોકાયો છે તો તેણે પોતાના આદર્શને મળવાની ઈચ્છા પૂરી કરી.