આઈસીઆઈસીઆઈ બેંકે બાળકોના નાણાંકીય ભવિષ્યને સુરક્ષિત કરવાના હેતુથી એક પેન્શન સ્કીમ એનપીએસ વાત્સલ્યનું મહારાષ્ટ્રના મુંબઈમાં બીકેસી ખાતે તેના સર્વિસ સેન્ટર ખાતે લોન્ચિંગની આજે જાહેરાત કરી હતી.પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ)ના નેજા હેઠળ ચાલનારી આ નવી પેન્શન સ્કીમ કેન્દ્રીય બજેટ 2024-25માં રજૂ કરવામાં આવી હતી. તેમાં સગીર પુખ્ત વયના થાય ત્યાં સુધી તેમના માટે માતા-પિતા કે વાલીઓ દ્વારા પ્રદાનને મંજૂરી આપવામાં આવી છે. સગીર 18 વર્ષના થાય ત્યારે વ્યક્તિ તેને સામાન્ય એનપીએસ એકાઉન્ટમાં ફેરવી શકે છે.
આઈસીઆઈસીઆઈ બેંકની આ સ્કીમની જાહેરાત નવી દિલ્હીમાં માનનીય નાણાંપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આજે સમગ્ર દેશમાં સરકારના ઔપચારિક લોન્ચિંગનો એક ભાગ છે.આઈસીઆઈસીઆઈ બેંકના હેડ-ડિપોઝીટ પ્રોડક્ટ્સ શ્રી શ્રીરામ એચે જણાવ્યું હતું કે “ભારત સરકાર અને પીએફઆરડીએ સાથે એનપીએસ વાત્સલ્ય લોન્ચ સ્કીમનો ભાગ બનતા અમે આનંદ અનુભવીએ છીએ. અમે આજે અમારા પહેલા કેટલાક એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટ્સ ખોલીને આ સફરનો શુભારંભ કર્યો છે. અમે ગ્રાહકો માટે એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટ્સ ખોલવા માટે સમગ્ર દેશના તમામ આઈસીઆઈસીઆઈ બેંક બિઝનેસ સેન્ટર્સને સક્ષમ કર્યા છે. આ ખાતું લાંબા ગાળે સંપત્તિ સર્જનમાં મદદ કરે છે અને સુનિશ્ચિત કરે છે કે સગીર જ્યારે પુખ્ત વયના થાય ત્યાં સુધીમાં તેમના માટે એક નાણાંકીય ભંડોળ ઊભું થાય છે.”