Thursday, November 14, 2024
HomeGujaratAhmedabadતમારા બાળકો વાહન લઈને સ્કૂલે જતા હોય તો ચેતજો, હવેથી નિયમ વિરૂદ્ધ...

તમારા બાળકો વાહન લઈને સ્કૂલે જતા હોય તો ચેતજો, હવેથી નિયમ વિરૂદ્ધ વાહન લઈને સ્કૂલે જશે તો કાર્યવાહી થશે

Date:

spot_img

Related stories

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...
spot_img

અમદાવાદમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેમાં પણ ખાસ કરીને અકસ્માતમાં સગીર વાહન ચલાવતો હોય તેવા કેટલાક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેથી અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા સ્કૂલોને પરિપત્ર કરીને જાણ કરવામાં આવી છે કે, સ્કૂલમાં આવતા બાળકો નિયમ વિરૂદ્ધ વાહન લઈને આવતા હોય તો તેમને અટકાવી દેવા. આગામી અઠવાડિયામાં DEO દ્વારા ટ્રાફિક પોલીસ અને RTO સાથે મળી ડ્રાઇવ યોજવામાં આવશે. જેમાં નિયમ વિરૂદ્ધ વાહન લઇને આવતા બાળકોના માતા-પિતા સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ ગ્રામ્ય DEO કૃપા ઝાએ જણાવ્યું હતું કે, એમવી એક્ટ મુજબ 125 સીસી કરતા વધુના વાહનો બાળકોને ચલાવવાની મંજૂરી નથી, છતાં વિદ્યાર્થીઓ વાહનો લઈને સ્કૂલે આવે છે. જેના કારણે બાળકો, વાલી અને સ્કૂલની સલામતી જોખમમાં મૂકાય છે, જેથી અમે પરિપત્ર કર્યો છે કે, જે પણ વિદ્યાર્થીઓ અનઅધિકૃત વાહનો લઈને આવે તો સ્કૂલના આચાર્યએ વાલીઓને અવગત કરવાના રહેશે. આગામી સમયમાં અમે RTO અને ટ્રાફિક પોલીસની મદદથી ડ્રાઇવ ચલાવીશું. સૂચના આપ્યા બાદ પણ કોઈ બાળક વાહન લઇને સ્કૂલે આવતો હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.DEO દ્વારા માત્ર સ્કૂલની બહાર જ નહિ પરંતુ સ્કૂલની અંદર પણ ડ્રાઇવ યોજવામાં આવશે. સ્કૂલના પાર્કિગમાં જે વાહનો હશે તેમાં બાળકોના વાહનો હશે તો સ્કૂલની અંદર જઈને તપાસ કરવામાં આવશે. બાળક વાહન ચલાવતા ના ઝડપાય પરંતુ સ્કૂલે વાહન લઈને આવ્યો હશે તે જાણ થાય તો તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. એક અઠવાડિયા સુધી સ્કૂલે તમામ બાળકો અને વાલીઓને આ અંગે જાણ કરવાની રહેશે. ત્યાર બાદ DEO દ્વારા અલગ અલગ સ્કૂલોમાં RTO અને પોલીસ સાથે મળીને સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવશે.

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here