ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (આઇએચસીએલ)એ ગુજરાતના કંડલામાં રિસોર્ટ માટે હસ્તાક્ષર કર્યાંની જાહેરાત કરી છે. આ કન્વર્ઝન પ્રોજેક્ટ ગેટવે રિસોર્ટ તરીકે ઓળખાશે.આ પ્રસંગે આઇએચસીએલના રિયલ એસ્ટેટ એન્ડ ડેવલપમેન્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સુમા વેંકટેશે કહ્યું હતું કે, “ગુજરાતમાં કંડલા એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર અને પોર્ટ સિટી છે, જે બિઝનેસ અને લેઝર ટ્રાવેલ બંન્ને માટે અપાર સંભાવનાઓ સાથે ઉભરતું માર્કેટ છે. આ હસ્તાક્ષર નવા માર્કેટમાં પ્રવેશ કરવા તથા ભારતમાં ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં આઇએચસીએલની ઉપસ્થિતિ વિસ્તારવાના અમારા વિઝનને અનુરૂપ છે. અમે આ પ્રોજેક્ટ માટે સંજય પોદ્દાર સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છીએ.”ગેટવે કંડલા 8 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે તથા 93 રૂમ સાથે કંડલા એરપોર્ટ નજીક વ્યૂહાત્મક સ્થળ ઉપર સ્થિત છે. મહેમાનો ઓલ-ડે ડાઇનિંગ અને વિશેષ રેસ્ટોરાંમાં સ્વાદિષ્ટ ભોજનનો અનુભવ લઇ શકે છે. આ રિસોર્ટમાં અત્યાધુનિક જિમ અને સ્વિમિંગ પૂલ છે. 19,000 ચોરસફૂટથી વધુ જગ્યામાં ફેલાયેલા બેંક્વેટ સ્પેસ સાથે ગેટવે કંડલા વિશાળ સામાજિક કાર્યક્રમો, કોર્પોરેટ મીટીંગ અને ડેસ્ટિનેશન વેડિંગ્સ માટે આદર્શ છે.એસ પોદ્દાર ઇન્ટરનેશનલના ડાયરેક્ટર સંજય પોદ્દારે કહ્યું હતું કે, “અમે કંડલામાં ગેટવે બ્રાન્ડ લાવવા આઇએચસીએલ સાથે સહયોગ કરતાં ઉત્સાહિત છીએ. અમને વિશ્વાસ છે કે આ હોટેલ વિશ્વ-સ્તરીય હોસ્પિટાલિટીનો અનુભવ ઓફર કરતાં પસંદગીનું ડેસ્ટિનેશન બનશે.”મેરિટાઇમ ટ્રેડ માટેના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે કંડલા પેટ્રોલિયમ, કેમિકલ્સ અને બીજી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સાથે મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર છે. આ શહેર ગ્રેટ રણ ઓફ કચ્છ અને માંડવી બીચ સહિત નજીકના સાંસ્કૃતિક અને ઐતિહાસિક આકર્ષણોના પ્રવેશદ્વાર તરીકે પણ કામ કરે છે.આ હોટેલના ઉમેરા સાથે આઇએચસીએલની ગુજરાતમાં 25 હોટેલ્સ થશે, જેમાં 6 અન્ડર ડેવલપમેન્ટ છે.