Thursday, November 7, 2024
HomeGujaratજમીનના ભૌતિક-રાસાયણિક ગુણધર્મોમાં સુધારો

જમીનના ભૌતિક-રાસાયણિક ગુણધર્મોમાં સુધારો

Date:

spot_img

Related stories

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...
spot_img

રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે
જમીન નિરસ અને બિનફળદ્રુપ બનતી હોવાની ફરિયાદો વધી રહી છે. ત્યારે
જમીનની ગુણવત્તા સુધારવા માટે પ્રાકૃતિક ખેતી એ ટકાઉ સમાધાન છે. પ્રાકૃતિક
ખેતીના વિવિધ આયામોને અપનાવીને ખેડૂતો ફરીથી પોતાની જમીનને ફળદ્રુપ
બનાવી શકે છે એટલું જ નહીં ઉત્તમ ગુણવત્તાવાળો પાક પણ મેળવી શકે છે. ત્યારે
પ્રાકૃતિક કૃષિનો પ્રચાર-પ્રસાર કરીને ખેડૂતોમાં જાગૃતતા લાવવા માટે રાજ્યપાલ શ્રી
આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યનો
કૃષિવિભાગ પ્રયાસરત્ત છે.
પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત, મિશ્રપાક, આચ્છાદનની જેમ લીલો
પડવાશ એક મહત્વપૂર્ણ આયામ છે. ત્યારે આવો જાણીએ લીલો પડવાશ એટલે શું,

તેનાથી જમીન અને પાકને ક્યા ફાયદા થાય છે, જમીનમાં પાક માટે જરૂરી એવા
ક્યા-ક્યા દ્રવ્યોમાં વૃદ્ધિ થાય છે. અને લીલા પડવાશની રીત શું છે.
લીલો પડવાશ એટલે શું?
જમીનમાં કાર્બનિક પદાર્થના પૂરવઠાનો વ્યવહારૂ ઉપાય લીલો પડવાશ છે.
ત્યારે સામાન્ય ભાષામાં સમજીએ તો લીલા પડવાશમાં ખાસ કરીને કઠોળ વર્ગના
પાકો ઉગાડી ફૂલ આવતા પહેલાં જમીનમાં દાટી દેવામાં આવે છે. જે જમીનમાં ભળી
જઈ વિઘટન પામે છે અને જમીનમાં પોષક તત્વો પૂરા પાડે છે. આ સમગ્ર પ્રક્રિયાને
“લીલો પડવાશ” કહે છે.
લીલા પડવાશની રીતો
લીલા પડવાશ માટે પણ વિવિધ રીતો પ્રચલિત છે. જેમાં

  1. ખેતરમાં જ પાક ઉગાડીને ખેતરમાં દબાવી દેવો. આ પદ્ધતિ વધુ પ્રચલિત છે.
  2. વૃક્ષો કુપોના પાંદડા અને કુમળી ડાળીઓ લાવી જમીનમાં નાંખી ભેળવી દેવી.
    ખેતરના શેઢાપાળા અથવા તો નજીકમાં વૃક્ષો ઉપલબ્ધ હોય તો આ પદ્ધતિ
    અપનાવી શકાય છે.
  3. લીલા પડવાશના પાકો ખેતરમાં ઉગાડી તેમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવી
    ઉપયોગ કરવો. કોઈ વખત વરસાદ ઓછો હોય તો લીલા પડવાશના પાકોને
    જમીનમાં દાબવાને બદલે ખાડામાં કહોવડાવી કમ્પોસ્ટ ખાતર બનાવી
    ખેતરમાં નાંખી શકાય.
    આ તો વાત થઈ લીલા પડવાશના વિવિધ પ્રકારોની. હવે જાણીએ જમીનમાં
    લીલો પડવાશ કરવાથી ક્યા ફાયદાઓ થાય છે.
    લીલા પડવાશના પાકોને જમીનમાં દાટવાની રીત
    લીલા પડવાશનો મહત્તમ લાભ મેળવવા લીલા પડવાશના પાકોને જમીનમાં કયારે
    દબાવવા તે અંગેનું જ્ઞાન જરૂરી છે. લીલા પડવાશના પાકોના જીવનકાળ દરમ્યાન
    તેના રાસાયણિક બંધારામાં અમુક ચોક્કસ ફેરફાર થતાં રહે છે. પાકના વિકાસની

શરૂઆતના તબક્કામાં તેમાં નાઈટ્રોજન, પ્રોટીન અને જળદ્રાવ્ય હિસ્સાનું પ્રમાણ
મહત્તમ હોય છે જયારે રેસા, સેલ્યુલોઝ, હેમીસેલ્યુલોઝ અને લિગ્નીનનું પ્રમાણ ઓછું
હોય છે. તેમજ કાર્બન નાઈટ્રોજન ગુણોત્તર પણ ઓછો હોય છે. આથી જ અપરિપકવ
છોડની પેશીઓનું પરિપકવ છોડની પેશીઓની સરખામણીએ ઝડપથી કહોવાણ થાય
છે. સામાન્ય રીતે લીલા પડવાશના પાકો ફુલ આવતા પહેલા જમીનમાં દબાવી દેવા
જોઈએ, તેમાં વિલંબ થાય તો નાઈટ્રોજનનું પ્રમાણ ઘટે છે તેમજ સેલ્યુલોઝ અને
હેમી સેલ્યુલોઝનું પ્રમાણ તેમજ કાર્બન નાઈટ્રોજન ગુણોત્તર વધે છે જેથી કહોવાતા
વાર લાગે છે.
લીલા પડવાશ માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પાકો
સામાન્ય રીતે શરા, ઈક્કડ, ચોળા, ગુવાર અડદ, કુલથી, મઠ, ગ્લીરીસિડીયા વગેરે
લીલા પડવાશ માટે અનૂકુળ પાક ગણી શકાય.

  1. શણ : આ પાક રેતાળ તેમજ ગોરાડુ જમીનમાં સારો થાય છે. તેની વૃદ્ધિ ઘણી
    જ ઝડપી હોય છે. ૩-૪ અઠવાડિયામાં ૪-૫ ફૂટની ઊંચાઈ પ્રાપ્ત કરે છે.
    અનુકૂળ જમીન અને આબોહવામાં આ પાક બીજી કોઈપણ પાકો કરતાં વધુ
    લીલો પદાર્થ આપી શકે છે.
  2. ઈક્કડ : .કાળી જમીન માટે અનુકૂળ છે. આ પાક હલકી જમીનમાં પણ સારો
    થાય છે. વધુ ભેજ અને ક્ષારવાળી જમીનમાં પણ આ પાકનું વાવેતર કરી
    શકાય છે. વાવ્યા પછી તે ૪-૬ ફૂટની ઊંચાઈએ પહોંચે છે. છોડના થડ અને
    ડાળીઓ પ્રમાણમાં નક્કર હોવાથી સડવા માટે થોડો વધુ સમય લાગે છે
  3. ચોળા : આ પાક લીલા પદાર્થનું ઘણું જ ઓછું ઉત્પાદન આપે છે. તેથી લીલા
    પડવાશ તરીકે તેને ખાસ પસંદ કરવામાં આવતો નથી.
  4. ગુવાર : આ પાક ઓછા વરસાદ અને સૂકી આબોહવામાં થઈ શકે છે.
    ગુજરાતમાં આદુ, હળદર, સુરક્ષા વગેરેમાં છાયાના પાક તરીકે પાછળથી
    વાવવામાં આવે છે. અને ફૂલ આવતા પહેલાં કાપી લઈ લીલા પડવાશ તરીકે
    દાટી દેવામાં આવે છે. ગુવારના થડ પોચા હોય છે.
  5. કુલથી : લીલા પડવાશનો આ શિયાળુ પાક છે. તેના થડ અને પાન દળદાર
    અને જલ્દી કહોવાય તેવા હોય છે.
  6. ઢીંઢણ (સમ્બેનીયા રોસ્ટ્રેટા) : ઈક્કડને મળતો આ પાક છે, પરંતુ તેના થડ
    ઈક્કડ જેટલા કટારી નથી. તેના બીજને ઉગતા વાર લાગે છે. તેથી વાવતાં
    પહેલા ઉકળતા પાણીમાં ૩ સેકન્ડ રાખી બહાર કાઢી મુકવી વાવતેર કરવાથી
    તે ઝડપથી ઉગે છે.
    લીલા પડવાશના ફાયદાઓ
    ખેતીની જમીન પર લીલો પડવાશ કરવાથી જમીનના ભૌતિક અને રાસાયણિક
    ગુણધર્મોમાં સુધારો થાય છે. આ ઉપરાંત જમીનની ફળદ્રુપતા પણ વધે છે. લીલા
    પડવાશથી પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં સુધારો થાય છે. એટલું જ નહીં
    બિનઉપજાઉ કે પડતર જમીનને પણ ફરી ફળદ્રુપ કરવા માટે લીલો પડવાશ એક
    અકસીર ઈલાજ છે. લીલા પડવાશથી થતા ફાયદામાં સૌથી પહેલા જાણીએ જમીનના
    ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં શું સુધારા થાય છે.
    જમીનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સુધારો
     જમીનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ઉપર હકારાત્મક અસર કરે છે.
     જમીનમાં સેન્દ્રિય તત્ત્વો જાળવી રાખવામાં મદદ કરે છે.
     સૂક્ષ્મ જીવાણુ માટે ખોરાક તથા ઊર્જાના સ્ત્રોત તરીકે કામગીરી કરે છે. જેનાથી
    સૂક્ષ્મ જીવાણું ઝડપથી વૃદ્ધિ પામે છે. જે લીલા પડવાશને કહોવડાવી પાક માટે
    જરૂરી પોષક તત્વો લભ્ય સ્વરૂપે પુરા પાડે છે.
     જમીનમાં હવાની અવરજવર વધારે છે.
     જમીનનો બાંધો સુધારે છે.
     ભારે જમીનની નિતાર શક્તિ અને હવાની અવર જવર વધારે છે.
     હલકી જમીનની ભેજધારણ શક્તિ વધારે છે.
     લીલો પડવાશ જમીન ઉપર આવરણ પુરૂ પાડે છે, જમીનનું તાપમાન ઘટાડે
    છે અને વરસાદ અને પાણીથી થતું જમીનનું ધોવાણ ઘટાડે છે.
    જમીનની ફળદ્રુપતામાં વધારો

 લીલો પડવાશ જમીનના નીચલા સ્તરમાંથી પોષક તત્વોનું શોષણ કરે છે અને
લીલો પડવાશ જમીનમાં દાટવાથી ઉપરના સ્તરમાં પોષક તત્વોનો ઉમેરો
થાય છે.
 લીલો પડવાશ પોષક તત્વોને નીચલા સ્તરમાં ઉતરી જતા અટકાવે છે.
 કઠોળવર્ગના લીલા પડવાશના પાકો સહજીવી સૂક્ષ્મ જીવાણુઓની મદદથી
હવામાંના નાઈટ્રોજનનું (૬૦ થી ૧૦૦ કિ.ગ્રા./હેકટર) જમીનમાં સ્થિરીકરણ
કરે છે.
 જમીનમાંના સૂરમ જીવાણું દ્વારા લીલા પડવાશના વિઘટન દ્વારા ઉત્પન્ન થતા
કાર્બનિક એસિડ, ફોસ્કેટ, ચૂના તથા ગૌણતત્ત્વની કાવ્યતા વધારે છે.
સમસ્યાયુક્ત જમીનમાં સુધારો
 ભાસ્મિક જમીનમાં સતત ચાર થી પાંચ વર્ષ સુધી ઈકડનો લીલો પડવાશ
કરવાથી જમીનની નિતાર શક્તિ વધે છે અને જમીન નવસાધ્ય બને છે.
 પાકના ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો
 લીલા પડવાશ પછી લેવામાં આવતા પાકના ઉત્પાદનમાં ૧૫ થી ૨૦ ટકાનો
વધારો થાય છે.
 ડાંગર જેવા પાકમાં વિટામિન અને પ્રોટીનના પ્રમાણમાં વધારો થાય છે.
જીવાત નિયંત્રણ
 લીમડા તથા પોંગામીઆના પાનનો લીલો પડવાશ કરવાથી જીવાતનું
નિયંત્રણ થાય છે.
રોગ નિયંત્રણ
 લીલા પડવાશ દ્વારા જમીનમાં સેન્દ્રિય પદાર્થનો ઉમેરો થવાથી જમીનમાં
ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુંની સંખ્યામાં વધારો થાય છે જે જમીનમાં રહેલ રોગ
પેદા કરતી ફૂગ તથા કુમિનું નિયંત્રણ કરે છે.
વૈજ્ઞાનિક પદ્ધતિએ લીલો પડવાશ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

 જે તે વિસ્તારની જમીન, આબોહવા અને લેવામાં આવનાર પાક અનુસાર
લીલા પડવાશના પાકની પસંદગી કરવી.
 પિયતની સગવડ હોય તો લીલા પડવાશનું આગોતરૂ વાવેતર ચોમાસુ બેસતા
પહેલા ૧૫ થી ૨૦ દિવસ અગાઉ) કરવું અને પિયતની સગવડ ન હોય તો
ચોમાસુ બેસતાની સાથે વાવેતર કરવું.
 લીલા પડવાશમાં ફૂલ આવવાની શરૂઆત થાય કે તુરંત જ જમીનમાં દાટી
દેવો જોઈએ કારણ કે આ અવસ્થાએ મહત્તમ માવો અને સેન્દ્રિય પદાર્થ મળે
છે. મોડું કરવાથી રેસાનું પ્રમાણ વધવા લાગે છે.
 લીલા પડવાશના પાકને જમીનમાં દબાવવામાં આવે ત્યારે વિઘટનની પ્રક્રિયા
માટે ભેજની જરૂરિયાત રહે લીલા પડવાશનો પાક સામાન્ય રીતે ૭ થી ૮
અઠવાડિયા બાદ તૈયાર થઈ જાય છે ત્યારબાદ તેને દાટી દઈ ૧-૨
અઠવાડીયામાં વાવણી રોપણી કરી શકાય છે.

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here