Central Government: છેલ્લા 5 વર્ષ દરમિયાન બેન્કોએ રૂ. 9.90 લાખ કરોડ એટલે કે રૂ. 10 લાખ કરોડ જેટલી રકમની માંડવાળ કરી હોવાની સરકારે રાજ્યસભામાં કબૂલાત કરી છે. આ બેડ લોન સામે તે ફક્ત 18 ટકા એટલે કે રૂ. 1.85 લાખ કરોડની રકમ જ રિકવર કરી શકી છે. આશ્ચર્યની વાત તો એ છે કે જાહેર ક્ષેત્રની બેન્કો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ (RTI) એક્ટ હેઠળ આવતી હોવા છતાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ એનસીએલટીમાં સેટલમેન્ટ થયું હોય તેવા મોટા ડિફોલ્ટરોના નામ આપવાનો ઈનકાર કર્યો છે. આ મોટા ડિફોલ્ટરોએ એનસીએલટી હેઠળ બેડ લોનની ચૂકવણીમાં જંગી ડિસ્કાઉન્ટ મેળવ્યું છે. મોટા ડિફોલ્ટરોના નામ છૂપાવી રાખવાની પરંપરાને જાળવતા એસબીઆઈએ છેલ્લા 7 વર્ષ દરમિયાન મોટા ડિફોલ્ટરોને રૂ. 1,30,105 કરોડની લોનમાં 65 ટકા હેરકટ સ્વીકારતા તે રૂ. 84,039 કરોડની રકમ જ વસૂલી શકી છે. પૂણે સ્થિત આરટીઆઈ એક્ટિવિસ્ટ અને એસબીઆઇના શેરધારક વિવેક વેલંકરે એજીએમમાં તેની પાસેથી આ માહિતી માંગી હતી. તે સમયે એસબીઆઈએ 2016-17થી 2023-24 દરમિયાન રૂ. 100 કરોડથી વઘુ રકમના મોટા ડિફોલ્ટરોના નામ આપવાનો ઇન્કાર કર્યો હતો.
5 વર્ષમાં સરકારી બેન્કોએ 10 લાખ કરોડની લોન માંડવાળ કરી, રાજ્યસભામાં કેન્દ્ર સરકારની કબૂલાત
Date: