વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસી તેની કામગીરીની આસપાસના સમુદાયોમાં આધુનિક ખેતી અને કુશળ જળ વ્યવસ્થાપન ઉકેલોની સુવિધા પ્રદાન કરવા માટે કટીબદ્ધ છે. સીએસઆર પ્રયાસોના માધ્યમથી અદાણી ફાઉન્ડેશન એસીસી ચાંદાની પાસે ગોવારી ગામમાં લાંબા સમયથી પાણીની અછતના મુદ્દાના ઉકેલ લાવીને 18 ખેડૂતોના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવવા માટે સક્ષમ રહ્યું છે.યવતમાલ જિલ્લાના વાની તાલુકા સ્થિત ગોવારી ગામમાં અનિયમિત વરસાદ અને શુષ્ક પરિસ્થિતિઓને કારણે હંમેશા પાણીની અછતનો સામનો કરવો પડતો હતો. 41 વર્ષીય ખેડૂત ભાસ્કર રામચંદ્ર વાસેકર માટે આ પડકાર એક દૈનિક સંઘર્ષ હતો. પોતાના બોરવેલથઈ દૈનિક માત્ર ચાર કલાક પાણી મળવાને કારણે ભાસ્કરની 8.07 હેક્ટર જમીન ઉપર ખેતી કરવાની ક્ષમતા સીમિત થઇ હતી, જેનાથી તેમની આવક અને ભાવિ સંભાવનાઓ ઉપર અસર થતી અદાણી ફાઉન્ડેશને દિવાલા જનવિકાસ પ્રતિષ્ઠાન સાથે મળીને સિમેન્ટ નાલા બંધ (સીએનબી)નું નિર્માણ કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો, જેના ઉદ્દેશ્ય પાણીને જાળવી રાખવામાં સુધારો કરવા તથા ભૂગર્ભ જળને રિચાર્જ કરવાનો હતો. વર્ષ 2023-24માં સમાપ્ત થયેલા સીએનબી પરિવર્તનકારી સાબિત થયું. ભાસ્કરની જમીન ઉપર પાણીની ઉપલબ્ધતા 75 ટકા વધીને પ્રતિ દિવસ 7 કલાક થઇ ગઇ, જેનાથી તેમનો ખેતી યોગ્ય ક્ષેત્ર 11.78 ટકા વધીને 6.15 હેક્ટરથી વધીને 7.10 હેક્ટર સુધી પહોંચ્યું હતું.આ વિસ્તરણથી ભાસ્કરને તેમના પાકમાં વિવિધતા લાવવામાં તક મળી, જેમાં પાણીનો વધુ ખપત કરતી મરચાની ખેતી સામેલ હતાં, જેનાથી તેમની આવકમાં 35.46 ટકાની વૃદ્ધિ થઇ તથા તે વાર્ષિક 3.22 લાખ થઇ ગઇ. ભાસ્કરે કહ્યું હતું કે, સીએનબી એક વરદાન સાબિત થયું છે. હવે મને પાક માટે પાણીની ચિંતા નથી. હવે હું વધુ પાક ઉગાડી શકું છું, નવા પાક લઇ શકું છું અને પોતાના પરિવાર માટે સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરી શકું છું. એકંદરે ગામના 18 ખેડૂતોની 25 હેક્ટર કૃષિ જમીન ઉપર તેના પ્રભાવ જોવા મળે છે.એસીસી અને અદાણી ફાઉન્ડેશનની નિયમિત સામુદાયિક વિકાસ પ્રત્યેની કટીબદ્ધતા સકારાત્મક, જીવનમાં પરિવર્તનકારી પરિણામ પ્રાપ્ત કરવા માટે સહયોગાત્મક પ્રયાસોના માધ્યમ સૂચવે છે, જે સીએનબી પ્રોજેક્ટમાં જોવા મળ્યું છે. આ પ્રોજેક્ટથી ગોવાના ખેડૂતોની આજીવિકામાં વધારો થવાની સાથે સમુદાયમાં આશા અને સાતત્યતામાં વધારો થયો છે.
એસીસી ચાંદામાં અદાણી ફાઉન્ડેશને સિમેન્ટ નાલા બંધ દ્વારા ગોવારીના ખેડૂતો માટે પાણીની અછત દૂર કરી
Date: