આગામી ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે, જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટમાં નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરાયો છે. જેમાં આયોજકો માટે કેટલાક નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે.
નવરાત્રીને લઈને નવા નિયમો જાહેર :
ખાનગી આયોજકોએ સોગંધનામામાં નામ રજૂ કરવા પડશે,ફાયર સુવિધા અને ઈલેક્ટીક સાધનોના અધિકૃત અધિકારી પાસેથી પ્રમાણપત્રો લેવા જરૂરી,નવરાત્રી મેદાનમાં ખાણી પીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેકટરની મંજૂરી લેવી જરૂરી છે, એમ્બ્યુલન્સ અને ડોકટર સ્થળ પર હાજર રાખવા પડશે,CCTV સાથે સિક્યુરિટી પણ ફરજિયાત રાખવી પડશે.