Thursday, November 14, 2024
HomeWorldસિંગાપોરમાં વડાપ્રધાન મોદીએ ઢોલ વગાડ્યો, રાખડી બાંધી મહિલાઓએ સ્વાગત કર્યું

સિંગાપોરમાં વડાપ્રધાન મોદીએ ઢોલ વગાડ્યો, રાખડી બાંધી મહિલાઓએ સ્વાગત કર્યું

Date:

spot_img

Related stories

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...
spot_img

વડાપ્રધાન મોદી બ્રુનેઇ બાદ સિંગાપોરની મુલાકાતે પહોંચ્યા છે. આશરે છ વર્ષ પછી વડાપ્રધાન મોદી સિંગાપોરની મુલાકાતે છે. વડાપ્રધાનની આ મુલાકાત ભારતના ‘એક્ટ ઇસ્ટ પોલિસી’ માટે મહત્ત્વની છે. આ દરમિયાન ભારતીય મૂળના લોકો દ્વારા હોટલની બહાર તેમનો ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન પોતાની આ મુલાકાત દરમિયાન સિંગાપોરના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરી મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરશે.

ભારતીય મૂળના લોકો દ્વારા વડાપ્રધાન મોદીનું સ્વાગત :
વડાપ્રધાન મોદી જ્યારે સિંગાપોરની હોટલમાં પહોંચ્યા ત્યારે ત્યાં હાજર ભારતીય મૂળના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. આ સાથે ભારતીય મહિલાઓએ તેમને રાખડી બાંધી હતી. ભારતીય લોકોનો ઉત્સાહ જોઈ પીએમ મોદીએ ઢોલ વગાડ્યો અને લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. આ ઉપરાંત લોકોએ ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના નારા પણ લગાવ્યા હતા.

સિંગાપોર એશિયન દેશોમાં ભારતનો સૌથી મોટો અને વિશ્વમાં છઠ્ઠો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે. વેપાર અને આયાત મુદ્દે વડાપ્રધાનની આ મુલાકાત ખૂબ જ મહત્ત્વની છે. ભારતમાં આયાત થતી વસ્તુઓમાં સિંગાપોરની મોટી ભાગીદારી રહી છે. સિંગાપોરની વૈશ્વિક સેમીકંડક્ટર ઇકો સિસ્ટમમાં મહત્ત્વની ભૂમિકા છે. ભારત પણ આ ક્ષેત્રે સિંગાપોર સાથે મોટા પ્રમાણમાં વેપાર કરે છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ‘સાઉથ ચાઇના સી’ અને મ્યાનમાર જેવા ક્ષેત્રીય મુદ્દાઓ પણ ઉઠાવી શકે છે. આ ઉપરાંત તેઓ સિંગાપોરના બિઝનેસ લીડર્સ અને કેટલીક મોટી કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે.

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here