કંપનીના પ્રદર્શન અંગે ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી રુપિન્દર સિંહે જણાવ્યું હતું કે,“ ઈન્ડિયા શેલ્ટરે સંચાલન હેઠળની અસ્કયામતો (AUM)માં ટકાઉ વૃદ્ધિ નોંધાવીને વધુ એક ત્રિમાસિક ગાળામાં તમામ માપદંડો પર સાતત્યપૂર્ણ પ્રદર્શન નોંધાવ્યું છે. ઈન્ડિયા શેલ્ટર અત્યારે 15 રાજ્યોમાં 236 શાખાઓના માધ્યમથી કાર્યરત છે. આ ક્વાર્ટર દરમિયાન અમે 13 નવી શાખાઓનો ઉમેરો કર્યો છે. આગળ જતાં અમે અમારા વર્તમાન કાર્યક્ષેત્રમાં વધુ ઉંડાણમાં ઉતરીને ટકાઉ વૃદ્ધિ નોંધાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું, જ્યાં સેવાઓથી વંચિત અને અપૂરતી સેવાઓ મેળવતા લોકો વસે છે. આ ક્વાર્ટર દરમિયાન અમે ધિરાણમાં 23%ના વધારાને આધારે AUMમાં વાર્ષિક ધોરણે 37%ની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. મધ્યમ ગાળા માટે અમારા માર્જિન અમારા ગાઈડન્સને અનુરૂપ 6.1%ના સ્તરે રહ્યા છે. અમારા વળતરના ગુણોત્તર 5.6% RoA અને 14.3% RoEના તંદુરસ્ત સ્તરે જળવાઈ રહ્યા છે.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ભારતીય અર્થતંત્રમાં વિસ્તૃત રીકવરીના આધારે સરકારે કેન્દ્રિય બજેટ 2025માં નાણાકીય મજબૂતીકરણ તરફની કૂચને યથાવત રાખી છે. લક્ષ્યાંકમાં 3 કરોડ મકાનોનો ઉમેરો (ગ્રામ્ય તેમજ શહેરી) યોજનાના લાભ મેળવવા માગતા લોકો સાનુકૂળ પરિબળ છે. તેનાથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વધી રહેલા પરિવારો માટે રહેઠાણની વ્યવસ્થા કરવામાં સરળતા રહેશે. ધિરાણ આધારિત સબ્સિડી સ્કીમની પુન: શરૂઆત હાઉસિંગ લોનની વૃદ્ધિને ટેકો આપે તેવી પણ શક્યતા છે.”