અમદાવાદ: ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (ઇન્ડિયાફર્સ્ટ લાઇફ) દ્વારા 18 એજન્સી શાખાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. આ વ્યૂહાત્મક વિસ્તરણ, #AgencyNirmaan ની છત્રછાયા હેઠળ, સમગ્ર ભારતમાં કંપનીની ઉપસ્થિતિને વધારશે, જેનાથી તે દેશના વધુ સમુદાયોને વ્યાપક જીવન વીમા ઉકેલો પ્રદાન કરવા માટે વધુ નજીક આવશે.ઇન્ડિયાફર્સ્ટ લાઇફના મેનેજિંગ ડિરેક્ટર અને CEO ઋષભ ગાંધીએ જણાવ્યું, “સમગ્ર દેશમાં અમારી એજન્સી ચેનલનું વિસ્તરણ એ ભારતમાં અમારી ઉપસ્થિતિને વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. અમારા સુસ્થાપિત બૅન્કેસ્યોરન્સ વ્યવસાયને પૂરક બનાવવું એ અમારા વિતરણ નેટવર્કને વિસ્તૃત અને તેનું વૈવિધ્યીકરણ કરવાની અમારી વ્યૂહરચના સાથે સુસંગત છે, જે અમને મલ્ટિ-ચેનલ વિતરણ સંસ્થામાં પરિવર્તિત કરે છે. અમે આગામી બેથી ત્રણ વર્ષમાં સમગ્ર દેશમાં ~100 એજન્સીની શાખાઓ સ્થાપવાનું લક્ષ્ય ધરાવીએ છીએ.”ઈન્ડિયાફર્સ્ટ લાઇફની એજન્સી ચેનલના અધ્યક્ષ સુમિત સાહનીએ જણાવ્યું, “અમારું સમગ્ર ભારતમાં વિસ્તરણ એ એક મજબૂત એજન્સી ચેનલ વિકસાવવા પરના અમારા લક્ષ્યને દર્શાવે છે. #AgencyNirmaan અમને છેલ્લા માઈલ પર રહેલા ગ્રાહકને પણ અમારી સેવા પહોંચાડવા માટે સમગ્ર ભારતમાં એક મજબૂત બ્રાન્ચ નેટવર્ક બનાવવા માટે વ્યૂહાત્મક રીતે અમને સ્થિત કરે છે. અમારા વિતરણ નેટવર્કનો લાભ લઈને, અમે જરૂરિયાત-આધારિત વીમા ઉકેલો પ્રદાન કરવા અને ગ્રાહકો માટે નાણાકીય સુરક્ષા વધારવાનું લક્ષ્ય રાખીએ છીએ. અમારી નવી એજન્સી શાખાઓ ક્ષેત્રના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન આપવાની સાથે જ નોંધપાત્ર રોજગારીની તકો પણ ઊભી કરશે.”ઇન્ડિયાફર્સ્ટ લાઇફ તેની #CustomerFirst એટલે કે ગ્રાહકને પ્રથમ રાખવાની ફિલસૂફી માટે પ્રતિબદ્ધ છે. નવી સ્થપાયેલી એજન્સી શાખાઓ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે અને વ્યક્તિગત વીમા ઉકેલો ઓફર કરતા વ્યાવસાયિકોનો સ્ટાફ ધરાવે છે. આ શાખાઓના માધ્યમથી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સમુદાય સુધી પહોંચ વધારવા માટે વીમા અને નાણાકીય આયોજનના મહત્વ પર ભાર મૂકશે, જેથી નિયમનકારના “2047 સુધીમાં બધા માટે વીમો” ના ધ્યેયમાં વધુ યોગદાન આપી શકાય.મજબૂત નેટવર્ક, અભિનવ ઉત્પાદનો અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ સાથે, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઉદ્યોગમાં એક અલગ છાપ ઊભી કરવા માટે સારી રીતે સજ્જ છે.