પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય બેડમિન્ટન એથ્લીટ અને IAS અધિકારી સુહાસ યથિરાજે ઈતિહાસ રચી દીધો છે. સુહાસ યથિરાજે મેન્સ સિંગલ્સની SL4 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારત અત્યાર સુધીમાં પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ઐતિહાસિક રેકોર્ડ બનાવતા કુલ 15 મેડલ જીતી ચૂક્યું છે. સુહાસે સતત બીજી વખત પેરાલિમ્પિક્સમાં મેડલ જીત્યો છે. અગાઉ 2020માં ટોક્યો પેરાલિમ્પિક્સમાં પણ સુહાસ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. તેઓ હવે પેરાલિમ્પિકસમાં સતત બે મેડલ જીતનારા ભારતના પહેલા બેડમિન્ટન ખેલાડી બની ગયા છે.
Paris Paralympics 2024 Medal Ceremony 🥈🏸🙏 pic.twitter.com/FAlKEuAXwr
— Suhas L Yathiraj (@suhas_ly) September 2, 2024